Crime
વલસાડ નજીક પુરઝડપે ગયેલી વેન્યૂ કારે ઇકો કારને પાછળથી ટક્કર મારતા પાંચ લોકોને ઇજા
વલસાડના મોગરાવાડી વિસ્તારમાં પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવવામાં આવી રહેલી વેન્યૂ કારે પાછળથી ઇકો કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર પાંચ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
વલસાડના મોગરાવાડી વિસ્તારમાં પારનેરા પારડી ગામ પાસે ગતરોજ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, વેન્યૂ કાર (નંબર GJ15CP8043) ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારીને પાછળથી આવી રહેલી ઇકો કાર (નંબર GJ15CF1438) ને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર પાંચ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોમાં રાકેશભાઈ ગુલાબભાઈ રાઠોડ, મિતલભાઈ મુકેશભાઈ પટેલ, ધર્મેશભાઈ મોહનભાઈ પટેલ, કનુભાઈ હળપતિ અને સંજયભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. તમામને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત સર્જ્યા બાદ વેન્યૂ કારનો ચાલક અવિનાશ એસ. પાટીલ પોતાની કાર ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ઇકો કારના માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરાર થયેલા વેન્યૂ કારના ચાલકને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.