🔥 TRENDING Madhya Pradesh government secures thir... Influencer Nidhi Tiwari performed pooj... Children Forced to Carry Bricks at Tar... BJP’s ‘Nasha Mukti Yatra’ Reaches Ludh... Home Minister Amit Shah Inaugurates Ba... Truck crashes into bike on NH-57 in Mu...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

ખોખરડા ફાટક ખાતે સાવજ ડેરીની સામાન્ય સભા: પશુપાલકોની આવક વૃદ્ધિ અને સહકાર મજબૂતીકરણ પર ભાર

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 29 Sep 2026, 02:45 PM 👁 9
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વંથલી તાલુકાના ખોખરડા ફાટક ખાતે યોજાયેલી જૂનાગઢ જિલ્લા સાવજ દૂધ ઉત્પાદક સંઘની વાર્ષિક સામાન્ય સભામાં પશુપાલકોની આવક વધારવા અને સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

વંથલી તાલુકાના ખોખરડા ફાટક ખાતે જૂનાગઢ જિલ્લા સાવજ દૂધ ઉત્પાદક સંઘ – સાવજ ડેરીની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ, દૂધ ઉત્પાદક સભાસદો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ ભાગ લીધો હતો અને સંઘના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી.

સભામાં સહકારી ક્ષેત્રની શક્તિ, દૂધ ઉત્પાદનના વિકાસની સંભાવનાઓ, પશુપાલકોની આવકમાં વૃદ્ધિ કેવી રીતે કરવી અને સંગઠિત સહકારના માધ્યમથી ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પશુપાલકોની મહેનત, સમર્પણ અને સહકારી ભાવનાને દૂધ ઉદ્યોગની મુખ્ય તાકાત તરીકે બિરદાવવામાં આવી હતી. પશુપાલકોના હિતની સાથે સાથે દૂધ ઉત્પાદન ક્ષેત્રના વિકાસને વધુ વેગ મળે તે માટે સહકારી માળખાને વધુ મજબૂત બનાવવાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
📲Get App