સંતરામપુર ઝાલોદ હાઇવે પર માર્ગ અકસ્માત
સંતરામપુર થી ઝાલોદ તરફ જતા હાઇવે પર હીરાપુર ગામ પાસે એક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હોવાનું જાણવા મળે છે બાઈક ઉપર ત્રણ ઇસમો સવાર હતા જે પૈકી બે યુવાનોના મોત થયેલ છે અને એક ગંભીર રીતે ઘાયલ થયેલ છે મળતી હકીકત મુજબ પીટોલ થી પાટણ તરફ જઈ રહેલી ગુજરાત એસટીની બસ અને સામેથી આવી રહેલ બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો બાઈક પર સવાર યુવાનો પૈકી બે લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્રણેય યુવાનો કોલેજ સ્ટુડન્ટ હોવાનું જાણવા મળે છે જેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ બસ ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળે બસ મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયેલ છે સંતરામપુર પોલીસે આ અકસ્માત બાબતે તપાસ હાથ ધરી છે