🔥 TRENDING Madhya Pradesh Nursing Council Issues... हज़रत सैय्यद अहेमद जिलानी बाबा गडचिरोल... बिलसंडा कार्यालय परिसर में जलभराव से ज... દાતરડી ગામની આંગણવાડીમાં ચિત્રકામ અને... [29/09, 2:03 pm] Jiwan Kumar: ਮੰਡੀ ਕਲਾ... બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા SIR મુદ્દ...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત સાયબર ક્રાઈમ દ્વારા કરોડોની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર દુબઈથી મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાયો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 Sep 2026, 03:25 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત સાયબર ક્રાઈમ સેલને ઓનલાઈન ટાસ્ક અને બનાવટી ડિજિટલ સિગ્નેચર દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડીના બે ગંભીર ગુનાઓમાં મોટી સફળતા મળી છે. છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી દુબઈ નાસી ગયેલા મુખ્ય સૂત્રધારને મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લેવાયો.

સુરત સાયબર ક્રાઈમ સેલને કરોડો રૂપિયાના ઓનલાઈન ટાસ્ક અને બનાવટી ડિજિટલ સિગ્નેચર દ્વારા આચરાયેલી છેતરપિંડીના 2 ગંભીર ગુનાઓમાં મોટી સફળતા મળી છે. છેલ્લા 3 વર્ષથી પોલીસને થાપ આપી દુબઈ નાસી ગયેલા મુખ્ય સૂત્રધાર સામે પોલીસે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરી હતી. જેવો આ શખ્સ દુબઈથી ફ્લાઇટ મારફતે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો, કે તરત જ સુરત સાયબર ક્રાઈમની ટીમે એરપોર્ટ ઓથોરિટીની મદદથી તેને કોર્ડન કરી દબોચી લીધો હતો.

ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સુરતના રાંદેર રોડ, અડાજણ પાટિયા સ્થિત ઝલ એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય મોહમદ સાહીબ મોહમદ સાદીક તંબુવાલા તરીકે થઈ છે. તે નોકરીની આડમાં આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ સાથે મળીને બેન્ક એકાઉન્ટ્સ અને ડમી કંપનીઓનું મોટું નેટવર્ક ઓપરેટ કરતો હતો.

સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વર્ષ 2023માં નોંધાયેલા પ્રથમ ગુનામાં ભેજાબાજોએ એક પૂર્વ આયોજિત ષડયંત્ર રચ્યું હતું. જેમાં ભોગ બનનાર ફરિયાદીને ટેલિગ્રામ પર 'mbbz4.cc' નામની બનાવટી લિંક મોકલી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં યુ-ટ્યુબ ચેનલો સબસ્ક્રાઇબ કરવાના ટાસ્ક પૂર્ણ કરવા બદલ સારું કમિશન આપવાની લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં વધુ ઊંચા વળતરની લાલચ આપી પ્રીપેઇડ ટાસ્કના નામે ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે રૂ. 30,20,137 અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આરોપીઓએ શરૂઆતમાં માત્ર રૂ. 30,450 કમિશન પેટે પરત ચૂકવ્યા હતા, જ્યારે બાકીના રૂ. 29,89,687 હડપ કરી જઈ ઠગાઈ આચરી હતી.
📲Get App