🔥 TRENDING ચાવંડ અને એભલવડ ગામેથી કુલ ૧૮ લીટર દેશ... बागपत: मेरठ हाईवे पर कार-बाइक की भीषण... New Tax Incentives Boost Marathi and G... Mohit Sharma appointed as Chennai Supe... Harit Zaveri Jewellers Opens New Flags... Bihar appoints special public prosecut...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પતિના અવસાન બાદ પરિણીતાને પહેરેલા કપડે ઘર બહાર કાઢી મૂકી, સાસરિયાં સામે ફરિયાદ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 29 Sep 2026, 11:25 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડિયા તાલુકાના દેવળકી ગામે એક પરિણીતાએ પોતાના સાસરિયાં પક્ષ પર શારીરિક-માનસિક ત્રાસ આપી પતિના અવસાન બાદ પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડિયા તાલુકાના દેવળકી ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિના અવસાન બાદ પરિણીતાને તેના સાસરિયા પક્ષ દ્વારા પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાએ સમાજમાં ચકચાર જગાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, દેવળકી ગામે રહેતા પ્રવીણાબેન ઉર્ફે પૂજાબેન લખુભાઈ ડોબરીયા (ઉ.વ.૩૭) એ પોતાના સસરા છગનભાઈ વલ્લભભાઈ ક્યાડા, સાસુ મધુબેન છગનભાઈ ક્યાડા, જેઠ યોગેશભાઈ છગનભાઈ ક્યાડા, નિર્મળાબેન પરષોત્તમભાઈ કરકર, હંસાબેન રમેશભાઈ ડોબરીયા તથા રમેશભાઈ કરમશીભાઈ ડોબરીયા એમ કુલ ૬ વ્યક્તિઓ સામે વડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, લગ્નગાળા દરમિયાન તેમના સસરા, સાસુ, જેઠ તથા માસાજી-માસીજી દ્વારા તેમને નાની-નાની બાબતોમાં મેણાં-ટોણાં મારી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. "અમારે તું જોઈતી નથી" તેમ કહી ગાળો આપી ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. ત્યારબાદ પતિનું અવસાન થતાં તેમને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે વડિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ.એલ. જોરેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App