🔥 TRENDING Haryana DGP Reveals 15-20 Overseas Gan... Haryana to Modernise Police with ₹4,00... Haryana HTET 2025 Revised Result to Be... Chhattisgarh Congress Launches Statewi... Punjab Ministers Rally at Ludhiana's J... 35-Year-Old Canadian Diplomat from Lud...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં ભારતમાલા રોડ પરથી બનાસકાંઠા રેન્જ પોલીસે વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 29 Sep 2026, 11:05 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજસ્થાનથી કચ્છ અથવા મોરબી તરફ લઈ જઈ રહેલા એક ટ્રેલરમાં કોલસાની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો.
​પોલીસની કાર્યવાહી દરમિયાન ટ્રેલરમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ ૧,૪૪૦ બોટલો મળી આવી હતી. દારૂના જથ્થા સહિત ટ્રેલર અને અન્ય સામાન મળી કુલ રૂ.૨૪,૧૩,૫૦૫નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
​પ્રાથમિક વિગતો મુજબ, ટ્રેલર રાજસ્થાનથી નીકળ્યું હતું અને તેને કચ્છ અથવા મોરબી તરફ લઈ જવામાં આવી રહી હતું. પોલીસને મળેલી બાતમીના આધારે ભારતમાલા રોડ પર વોચ ગોઠવી ટ્રેલરને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોલસાના જથ્થાની આડમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
​આ કાર્યવાહીમાં પોલીસે રાજસ્થાનના મનનલાલ મેઘવાલ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂનો જથ્થો, ટ્રેલર સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના કહેવા પર મોકલવામાં આવ્યો હતો અને કચ્છ અથવા મોરબીમાં કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર દારૂ હેરાફેરીના નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App