Crime
સુરત ક્રાઈમ બ્રાંચે ૬૫ લાખની છેતરપિંડીના કેસમાં દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને દબોચ્યો..
રોકાણના બહાને પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ દ્વારા ૬૫ લાખથી વધુની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો..
સુરત શહેર ક્રાઈમ બ્રાંચે રોકાણના બહાને વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ દ્વારા ૬૫ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરનાર અને છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ મુખ્ય આરોપી સાગર માધવજીભાઈ સુતરીયા (ઉ.વ. ૩૧) ને નવાબની વાડી, સહારા દરવાજા પાસેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી મૂળ અમરેલી જિલ્લાના ધારીનો રહેવાસી છે અને હાલ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરત શહેર ક્રાઈમ બ્રાંચ શહેર વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સક્રિય હતી. તે દરમિયાન, નાસતા ફરતા સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે આરોપી સાગર સુતરીયા સુરત શહેરમાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને સહારા દરવાજા નજીકથી દબોચી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી સાગર સુતરીયા અને તેના ભાઈ ચિંતન સુતરીયા બેંકમાં નોકરી કરતા હોવાનું જણાવી ફરિયાદીઓ અને સાક્ષીઓ સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ, રોકાણ કરવાના બહાને ફરિયાદીઓ અને સાક્ષીઓના નામે અલગ-અલગ બેંકોમાંથી પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ મેળવ્યા હતા. આરોપીઓએ લોનના હપ્તા અને ક્રેડિટ કાર્ડના બિલ પોતે ભરશે તેવી ખાતરી આપી હતી. આ રીતે, ફરિયાદી રમેશભાઈ સોડવડિયાના નામે રૂ. ૨૫,૦૨,૦૫૩, સાક્ષી વિરેન માલવીયાના નામે રૂ. ૩૪,૮૫,૦૦૦ અને સાક્ષી નીરજ કયાડાના નામે રૂ. ૫,૮૮,૪૨૪, એમ કુલ મળીને રૂ. ૬૫,૭૫,૪૭૭ ની છેતરપિંડી આચરી હતી.
આ ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી સાગર સુતરીયા મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ફરાર રહેતો હતો. તાજેતરમાં તે સુરત શહેરમાં આવ્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળતાં તેને ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.