🔥 ट्रेंडिंग बेला एस्टेट में 728 नाम हटने के बाद रा... अमर उजाला की रिपोर्ट पढ़ झुग्गी क्षेत्... પાટણમાં કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી ક... પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટ... Bangmati nadi me pani rukne ke nam hi... અપશબ્દો બોલવાની ના પાડતા રત્નકલાકાર પર...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદ હસ્તે તાલીમ પૂર્ણ કરનાર મહિલાઓને પ્રમાણપત્ર તેમજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

✍️ रिपोर्टर: MALEK SIRAJUDDIN I. 🗓 28 सित. 2026, 09:28 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

૪૦ જેટલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ૨૦ મહિલાઓને બ્યુટી પાર્લર કોર્સ અને ૨૦ મહિલાઓને સીવણ ક્લાસની તાલીમ આપવામાં આવી

ઝઘડિયા તાલુકાના સારસા ગામે મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવીણલતા સંસ્થાન ફાઉન્ડેશન દ્વારા તેમજ એ.ઈ.કોનના સહયોગથી આત્મનિર્ભર ભારત અને મહિલા સાહસિકતા યોજના હેઠળ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમમાં કુલ ૪૦ જેટલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ૨૦ મહિલાઓને બ્યુટી પાર્લર કોર્સ અને ૨૦ મહિલાઓને સીવણ ક્લાસની તાલીમ આપવામાં આવી હતી.

મહિલાઓને તાલીમ બાદ પોતાના પગ પર ઊભા રહી આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદ હસ્તે તાલીમ પૂર્ણ કરનાર મહિલાઓને પ્રમાણપત્ર તેમજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજે જણાવ્યું હતું કે મહિલાઓ તાલીમ મેળવીને સ્વરોજગાર શરૂ કરી પોતાના પરિવારને આર્થિક રીતે સહભાગી બની શકે તે જરૂરી છે. મહિલાઓ આત્મનિર્ભર બને તો પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે તેમજ બાળકોના સારા ભવિષ્ય માટે પણ મદદરૂપ બની શકે છે. આવા તાલીમ કાર્યક્રમો મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમ તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

રિપોટર:મલેક સિરાજુદ્દીન જગડીયા
📲Get App