🔥 TRENDING રાજકોટ મા પહેલી વાર જયા કીશોરી ની કથા... Rajasthan Agriculture Department Explo... Rajasthan taps diaspora in Guwahati, h... Tamil News18 Publishes Evening Headlin... Indian Rice Exporters Federation Repor... Centre announces new policy on NEET-SS...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દમણમાં હત્યાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા
Crime

દમણમાં હત્યાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 28 Sep 2026, 11:45 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગત 13 સપ્ટેમ્બરે કચીગામમાં થયેલી અજાણ્યા યુવકની હત્યાનો ભેદ દમણ પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત રીતે ઉકેલ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

સંઘ પ્રદેશ દમણના કચીગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 13 સપ્ટેમ્બરના રોજ બનેલી હત્યાની ઘટનાનો સુરત ક્રાઈમ બ્રાન્ચ અને દમણ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પર્દાફાશ કર્યો છે. કચીગામમાં એક અજાણ્યા યુવક સાથે સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ તેને ઢીકાપાટોનો બેફામ માર માર્યો હતો. ત્યારબાદ નજીકમાંથી મળેલી ઈંટ અને લોખંડના સળિયા વડે યુવકના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ચકચારી બનાવ અંગે કચીગામ પોલીસે 15 સપ્ટેમ્બરે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103 હેઠળ અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી હતી.

આ અનડિટેક્ટ મર્ડર કેસનો ભેદ ઉકેલવા દમણ પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કર્યું હતું. જેમાં હત્યામાં 3 શખ્સોની સીધી સંડોવણી હોવાનું સ્પષ્ટ થયું હતું અને આ આરોપીઓ સુરતના હોવાની ચોક્કસ વિગતો મળી હતી. જેથી દમણ પોલીસની એક ખાસ ટીમ સુરત દોડી આવી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ માંગી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્ક્વોડ પણ આરોપીઓને દબોચવા માટે કામે લાગી ગઈ હતી. બંને ટીમોના સંયુક્ત પ્રયાસો બાદ હત્યામાં સામેલ ત્રણ આરોપીઓને સુરતમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ હાલ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને હત્યા પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે.
📲Get App