🔥 TRENDING અમદાવાદમાં સાયબર ફ્રોડની 8 ફરિયાદો: 30... गोला गोकर्णनाथ में खुला नया सिनेमाघर '... અમદાવાદ ગ્રામ્ય: પંડિત દીનદયાળ નગરમાં... ટ્રાફિક સિગ્નલના અમલને બદલે ટુ-વ્હીલર... ભુજમાં "સેવા મારું યોગદાન" અભિયાન હેઠળ... गुजरात एटीएस ने लक्षद्वीप के पास से 52...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા-હળવદ હાઇવે પર કાર અકસ્માતમાં મહિલાનું મોત

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 28 Sep 2026, 05:28 PM 👁 308
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા-હળવદ હાઇવે પર થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ૩૩ વર્ષીય આરતીબેન અમરીશભાઈ ખરર્ચરનું દુઃખદ અવસાન થયું છે.

ધાંગધ્રા-હળવદ હાઇવે પર એક કાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૩૩ વર્ષીય આરતીબેન અમરીશભાઈ ખરર્ચર નામની મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત ધાંગધ્રા-હળવદ હાઇવે પર થયો હતો કાર ચાલક દ્વારા કોઈ કારણોસર વાહન પરથી નિયંત્રણ ગુમાવતા કાર હોડીગ સાથે અથડાતા આ દુર્ઘટના બની હોવાનું અનુમાન છે. મુતક મહિલા આરતી બેન અમરીશ ભાઈ ખરચર ધાંગધ્રા ની શિવરંજની સોસાયટીમાં રહેતા હતા

આ બનાવની જાણ થતાં ધાંગધ્રા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App