🔥 TRENDING India Moves Ahead on Sixth-Generation... Manipur Police Detain KYKL Cadre and S... Manipur Deputy CM Urges Boost for Loca... Manipur Violence Claims Over 60 Lives... Man in Bathinda Takes Own Life After H... Ganga River Erosion Claims 1 km of Lan...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીના કેરિચાડ અને કુંકાવાવ તાલુકાના સારંગપુર મુકામે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 28 Sep 2026, 11:28 AM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીના કેરિચાડ અને કુંકાવાવ તાલુકાના સારંગપુર મુકામે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવાની નેમ સાકાર થઈ રહી છે
-રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

સારંગપુર મુકામે રૂ. ૧૦ લાખના ખર્ચે બ્લોક રોડ બનતા નાગરિકોની સુવિધામાં વધારો

કેરિયાચાડ મુકામે સુવિધાપથનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

અમરેલી તા. ૨૭ સપ્ટેમ્બર
અમરેલી જિલ્લાના વિકાસને વધુ વેગ આપતા રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા કેરિયાચાડ અને કુંકાવાવ તાલુકાના સારંગપુર મુકામે વિવિધ જનસુખાકારીના વિકાસકામોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, પ્રત્યેક નાગરિકને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના સામાન્ય લાભાર્થી સુધી પારદર્શક રીતે પહોંચાડવાની નેમ આજે સાચા અર્થમાં સાકાર થઈ રહી છે.

વિકાસ કાર્યોની શ્રૃંખલા અંતર્ગત કુંકાવાવ તાલુકાના સારંગપુર મુકામે ગ્રામજનોની વર્ષો જૂની માંગણી સંતોષતા રૂ. ૧૦ લાખના ખર્ચે નવનિર્મિત સી.સી. બ્લોક રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પાકા બ્લોક રોડના નિર્માણથી સ્થાનિક નાગરિકો અને રાહદારીઓની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે તેમજ ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓમાંથી કાયમી મુક્તિ મળશે. આ તકે ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ આ સુવિધા બદલ રાજ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રવાસ દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ કેરિયાચડ મુકામે ગ્રામ્ય વિસ્તારને જોડતા આધુનિક સુવિધાપથનું પણ વિધિવત લોકાર્પણ કર્યું હતું. આ સુવિધાપથના કારણે સ્થાનિક પરિવહન વધુ સરળ અને ઝડપી બનશે, જે ગ્રામીણ અર્થતંત્ર અને વિકાસને નવી દિશા આપશે.

આ કાર્યક્રમોમાં તાલુકા પંચાયત હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, પંચાયત સભ્યશ્રીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આ કાર્યક્રમો દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ સૌ વડીલો-યુવાનો સાથે જીવંત સંવાદ સાધીને ગ્રામ્ય સ્તરે વિકાસલક્ષી પ્રગતિની સમીક્ષા કરી હતી.
📲Get App