🔥 TRENDING અમરેલીમાં 30 સપ્ટેમ્બરે સેવાસેતુનો 12મ... जामवरमगढ़ महाविद्यालय में अधूरे निर्मा... સુરતમાં બેંક કર્મચારી હોવાની ઓળખ આપી લ... શાંતિ સંગીત હબ ૨ માં આગ લાગતા ભારે નુક... સુરત મહાનગરપાલિકાનો વોચ એન્ડ વોર્ડ વિભ... कांग्रेस पार्षदों ने उठाई आवाज, 1.65 क...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

માંડવીના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સ્વાવલંબનનું અનોખું મોડેલ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 28 Sep 2026, 12:05 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંડવી તાલુકાના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સ્વાવલંબનના અનોખા મોડેલને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ બિરદાવ્યું હતું. આ પ્રસંગે મહિલાઓ માટે વિશેષ સિવણ તાલીમ વર્ગનું ઉદ્ઘાટન પણ કરાયું હતું.

માંડવી તાલુકાના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સ્વાવલંબનનું અનોખું મોડેલ પ્રસ્થાપિત થયું છે. રવિવારે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ઉપસ્થિતિમાં બલેઠીની મુલાકાત લઈ જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કમિટી, વન સમિતિ અને ગ્રામજનો સાથે બેઠક યોજી હતી.

આ પ્રસંગે મંત્રીના હસ્તે વન વિભાગ અને સહકારી મંડળીના સહયોગથી મહિલાઓ માટે શરૂ કરાયેલા વિશેષ સિવણ તાલીમ વર્ગનું ઉદ્ઘાટન કરાયું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ જંગલનો સાચો રક્ષક છે અને બલેઠી ગામે પ્રકૃતિ જતન સાથે આર્થિક સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સાંસદ પ્રભુ વસાવાએ ઉમેર્યું હતું કે, ગામમાં કાર્યરત ગારમેન્ટ યુનિટના કારણે બહેનોને ઘરઆંગણે આજીવિકા મળતાં તેમના પરિવારો આર્થિક સદ્ધર બન્યા છે. આ મોડેલ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે.
📲Get App