🔥 TRENDING Chhattisgarh CM Orders Crop‑Loss Surve... Chhattisgarh Announces ₹3 Lakh Grant f... ઘારી તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ... Chhattisgarh Announces Recruitment of... કુંકાવાવના સનાળા મુકામે સૌની યોજના લીં... Punjab Board announces 2027 exam sched...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માંડવીના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સ્વાવલંબનનું અનોખું મોડેલ
Local

માંડવીના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સ્વાવલંબનનું અનોખું મોડેલ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 28 Sep 2026, 12:05 PM 👁 85
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંડવી તાલુકાના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સ્વાવલંબનના અનોખા મોડેલને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ બિરદાવ્યું હતું. આ પ્રસંગે મહિલાઓ માટે વિશેષ સિવણ તાલીમ વર્ગનું ઉદ્ઘાટન પણ કરાયું હતું.

માંડવી તાલુકાના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સ્વાવલંબનનું અનોખું મોડેલ પ્રસ્થાપિત થયું છે. રવિવારે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ઉપસ્થિતિમાં બલેઠીની મુલાકાત લઈ જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કમિટી, વન સમિતિ અને ગ્રામજનો સાથે બેઠક યોજી હતી.

આ પ્રસંગે મંત્રીના હસ્તે વન વિભાગ અને સહકારી મંડળીના સહયોગથી મહિલાઓ માટે શરૂ કરાયેલા વિશેષ સિવણ તાલીમ વર્ગનું ઉદ્ઘાટન કરાયું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ જંગલનો સાચો રક્ષક છે અને બલેઠી ગામે પ્રકૃતિ જતન સાથે આર્થિક સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સાંસદ પ્રભુ વસાવાએ ઉમેર્યું હતું કે, ગામમાં કાર્યરત ગારમેન્ટ યુનિટના કારણે બહેનોને ઘરઆંગણે આજીવિકા મળતાં તેમના પરિવારો આર્થિક સદ્ધર બન્યા છે. આ મોડેલ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે.
📲Get App