🔥 ट्रेंडिंग नक्शे में असम को ‘अकोम’ दिखाने पर CJP... असम ने पर्यटन स्थलों के विकास के लिए 5... IRFC ने DVC नवीकरणीय परियोजनाओं को ₹4,... झारखंड उच्च न्यायालय ने कहा, वित्तीय न... जैक कम्पार्टमेंट रिज़ल्ट 2027 की तिथि... त्रिनिदाद‑टॉबैगो राजदूत ने कहा, भारत द...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ગોંડલ નજીક કાર-એક્ટિવા ટક્કરમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 28 सित. 2026, 11:50 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આજે બપોરે ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે કાર અને એક્ટિવા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે આજે બપોરે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને એક્ટિવા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં અનિડા ભાલોડી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

મૃતકોમાં જયેશ કરશનભાઈ બગડા (ઉં. 40 વર્ષ), તેમની પત્ની સંતુબેન જયેશભાઈ બગડા (ઉં. 36 વર્ષ) અને તેમનો 13 વર્ષીય પુત્ર વ્રજ જયેશભાઈ બગડાનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જયેશભાઈ પોતાના પરિવાર સાથે એક્ટિવા પર રામોદ ગામ તરફ પોતાના સાસરે જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પૂરઝડપે આવી રહેલી કાર સાથે તેમની ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા પર સવાર ત્રણેય લોકો ફંગોળાઈ ગયા હતા અને બંને વાહનો રસ્તાની બાજુના ખાડામાં પલટી ગયા હતા.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરી હતી. ગોંડલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક જયેશભાઈ સેન્ટિંગ કામ અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, જ્યારે તેમનો પુત્ર વ્રજ ગોંડલની એક ખાનગી શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો હતો.

ગોંડલ તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ચાલક સાળંગપુર દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. આ અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
📲Get App