🔥 TRENDING Congress Leaders Unite in Amritsar, Bo... LPU halts classes for ten days after v... UP Deputy CM Brajesh Pathak urges Punj... 20-year-old dies in head‑on bike colli... Rising Heart Attack Risk Among Bihar Y... जैसलमेर-साबरमती सुपरफास्ट एक्सप्रेस अक...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં કારખાનામાં ચોરી કરવા ઘૂસેલા બે ચોર ગેલેરીમાં ફસાયા, ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 28 Sep 2026, 10:20 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના બમરોલી રોડ પર આવેલા એક કારખાનામાં ચોરી કરવા ઘૂસેલા બે ચોર ગેલેરીના ભાગમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ફાયર વિભાગે બંને ચોરોનું રેસ્ક્યુ કરી પોલીસને સોંપ્યા.

સુરતના બમરોલી રોડ પર આવેલા એક કારખાનામાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા બે ચોર ગેલેરીના ભાગમાં ફસાઈ જતાં મુશ્કેલીમાં મુકાયા હતા. ચોરી બાદ બહાર નીકળતી વખતે બંને ચોર ગેલેરીમાં ફસાઈ ગયા હતા અને બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યા હતા.

આસપાસના સ્થાનિક લોકોએ ચોરોની બૂમો સાંભળીને તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ બારીના સળિયા કાપીને ગેલેરીમાં ફસાયેલા બંને ચોરોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.

રેસ્ક્યુ બાદ પોલીસે બંને ચોરની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં તેઓ અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે પૂછપરછ કરવામાં આવશે.
📲Get App