🔥 ट्रेंडिंग ગણેશ વિસર્જન સમયે જૂની અદાવતે બે જૂથો... सुप्रीम कोर्ट ने भूपेश बगेल के पाटन चु... छत्तीसगढ़ के मुख्यमंत्री का सूख्मा में... छत्तीसगढ़ में भारी वर्षा से 8 मौतें, 2... एलपीयू ने 10 दिन के लिए कक्षाएँ रोकी,... सूरत के डुमस बीच पर नहाने गए दो युवक ड...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા આંગણવાડી કેન્દ્ર નંબર ૨૨ ખાતે ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: Anil B Vaghela 🗓 28 सित. 2026, 04:24 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા આંગણવાડી કેન્દ્ર નંબર ૨૨ ખાતે ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો

રાજુલા, તારીખ ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ સોમવાર
રાજુલા શહેરના આંગણવાડી કેન્દ્ર નંબર ૨૨ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રની સુપરવાઇઝર તેજલબેન પુરોહિત, વર્કર અનસુયાબેન તથા હેલ્પર ઇલાબેન વાઘેલા સહિત આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્ર ખાતે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સંબંધિત કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજુલા નગરપાલિકાના સદસ્ય અર્ચનાબેન પરાગભાઈ જોશી, એકતાબેન ગુજરીયા, મામલતદાર સાહેબ પુરોહિત, તેમજ ઘનશ્યામભાઈ મશરૂ, પરેશભાઈ, ચિંતનભાઈ અને પરાગભાઈ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રની કામગીરી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની પ્રશંસા કરવામાં આવી હતી. કાર્યક્રમથી આંગણવાડી કાર્યકરો અને સહાયિકાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
📲Get App