🔥 TRENDING રસુલપુરમાં પુરુષ ગળાફાંસો ખાધેલી હાલતમ... દિવાળી પહેલા AC, ફ્રીઝ સહિતના ઉપકરણો મ... কোলকাতা નવરાત્રિ ગરબા આયોજન: ફાયર વિભાગની નવી... સુરતમાં પ્રોપર્ટી પર ગેરકાયદે કબજાના બ... Sikkim CM Calls on Youth to Become Ent...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ડભોઇ નગરપાલિકા કમ્પાઉન્ડમાં જ ગાડી ધોવાતી હોવાના આક્ષેપથી ચર્ચા

✍️ Reporter: Dharmendrakumar Dhobi 🗓 28 Sep 2026, 08:20 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઇ નગરપાલિકા દ્વારા પાણી બચાવવાનો સંદેશ આપવામાં આવતો હોવા છતાં, નગરપાલિકાના પોતાના કમ્પાઉન્ડમાં જ ગાડી ધોવાતી હોવાના દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે.

ડભોઇ નગરપાલિકા દ્વારા નગરના વિકાસ અને વહીવટી કામગીરી માટે લાખો રૂપિયાના ખર્ચે આધુનિક નવીન બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ જ નગરપાલિકા કમ્પાઉન્ડના પાર્કિંગ વિસ્તારમાં ગાડી ધોવામાં આવતી હોવાનો વીડિયો/દૃશ્ય સામે આવતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

નગરપાલિકા દ્વારા નગરજનોને પાણી બચાવવાનો સંદેશ આપવામાં આવે છે, ત્યારે પાલિકા પરિસરમાં જ ગાડી ધોવા માટે પાણીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો ચર્ચાનો વિષય બન્યા છે. ખાસ કરીને પાલિકા કમ્પાઉન્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવા છતાં આ પ્રકારની કામગીરી થઈ રહી હોય તો શું સમગ્ર બાબત અંગે ચીફ ઓફિસર અજાણ છે? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાર્કિંગમાં ધોવાતી આ ગાડી કોની છે? ગાડી કોના કહેવા અથવા મંજૂરીથી ધોવામાં આવી રહી હતી? શું પાલિકાના કોઈ કર્મચારી દ્વારા ગાડી ધોવામાં આવી રહી હતી? જો આવું હોય તો શું કર્મચારીને આ માટે કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી? નગરપાલિકા પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવી શકે છે.

ત્યારે આ મામલે પાલિકા તંત્ર દ્વારા તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે કે પછી સમગ્ર મામલો માત્ર ચર્ચા પૂરતો જ રહેશે? તે જોવું રહ્યું. પાણી બચાવવાનો સંદેશ આપતી નગરપાલિકા પોતાના જ પરિસરમાં પાણીના ઉપયોગ અંગે ક્યારે જવાબદારી નક્કી કરશે? એવો સવાલ હાલ ડભોઇમાં ચર્ચાઈ રહ્યો છે.
📲Get App