🔥 TRENDING आळंदीत सायंकाळपासून रिमझिम पावसाची हजे... Odisha Assembly Adjourns Monsoon Sessi... Supreme Court Grants Relief on CBSE Cl... AP Minister Dismisses Congress' Vote T... APGEA Urges Immediate Suspension of Pr... 43 litres of hash oil worth over ₹5 cr...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

પાટણમાં કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે ધરણા

✍️ Reporter: Shripal s salvi 🗓 28 Sep 2026, 10:45 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદી, SIR પ્રક્રિયા અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઉઠાવી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું.

લોકશાહીના રક્ષણ અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાની માંગ સાથે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે પાટણ ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ દ્વારા મતદાર યાદીની પ્રક્રિયા, SIR પ્રક્રિયા અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી લોકશાહી માટે અત્યંત આવશ્યક છે અને તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં.

આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો અને લોકશાહીના અધિકારોનું રક્ષણ કરવાનો છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી.
📲Get App