🔥 TRENDING Uttar Pradesh family waits six weeks f... Arunachal Protest Over 12-Year-Old Stu... Cygnus Motors Electric Tractor Sets Wo... J&K Government Says OBC Certificates f... J&K Govt Forms Task Forces to Roll Out... Liquor Sale, Consumption Prohibited Wi...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાયાવદરના ખેડૂતો ની એક મિટિંગનું આયોજન

✍️ Reporter: Vijay Radiya 🗓 28 Sep 2026, 05:44 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાયાવદરમાં ખેડૂતોને થતા અન્યાયની સામે લડત આપવા જન આક્રોશ સભા પટેલ સમાજ ખાતે યોજાઇ હતી






ભાયાવદરમાં 26 9 2026 ના રોજ રાત્રે 8:30 કલાકે પટેલ સેવા સમાજ ખાતે એક ખેડૂત તો ની આક્રોશ સભાનું આયોજન ભાયાવદર સેવા સહકારી મંડળીના નેજા હેઠળ યોજવામાં આવેલ હતી આ સભા ભાયાવદર શહેરના આશરે 500 ખેડૂતોએ આક્રોશ સાથે હાજરી આપેલ હતી સભા નો મુખ્ય હેતુ સરકારના અનગઢ વહીવટના કારણે ખેડૂતોને પડતી મુશ્કેલી જેમાં દરેક ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કાર્ડ કાઢવાનું ફરજિયાત હોય તે કાર્ડ ભાયાવદર શહેર વિસ્તારમાં આવતું હોય સરકાર ના ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે આ કાર્ડ નીકળતા ન હોય જેથી શહેર વિસ્તારના ખેડૂતોને સરકારની વિવિધ સહાયો મળતી ન હોય જેમાં મુખ્ય ખેડૂતોને ખેત જણસી ટેકાના ભાવ ખરીદીની ઓનલાઈન અરજી થતી ન હોય જેથી શહેર વિસ્તારમાં ખેડૂતો ટેકાના ભાવે ખરીદી થી વંચિત રહી સરકારની છેલ્લી તારીખ 9. 10 .2026 .હોય અડધો સમયગાળો વીતી જવા છતાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી કૃષિ મંત્રી સાંસદ સભ્ય તેમજ વિભાગને લગતા ઓળખતા અધિકારીઓને છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ખેડૂતોને ન્યાય મળેલ ન હોય જેથી ખેડૂતોને પારાવાર નુકસાની નો સામનો કરવો પડે છે તેમજ હજારો ખેડૂતોને આ ફાર્મર રજીસ્ટ્રેશન કાર્ડ નીકળતા ન હોવાને કારણે માનવીય વડાપ્રધાન ની કિસાન સન્માન નિધિ યોજના 2000 હપ્તો જે આવે છે ખેડૂતોને મળતા નથી તેની સામે આક્રોશ સાથે આ સભાનું આયોજન કરેલ તેમજ ચાલુ વર્ષ દુષ્કાળની સ્થિતિ હોય આ ઉપલેટા તાલુકા વિસ્તારમાં સાવ ઓછા વરસાદ હોય તેમાં જિલ્લા કલેકટર સાહેબ ના વરસાદના આંકડા મુજબ ઉપલેટા તાલુકામાં 70.% વરસાદની ખાસ અછત હોય જેવા સમયે ખેડૂતોએ વાવેલા પાક ઉપર કરેલ તમામ ખર્ચની સામે આવક નહિવત હોય જેથી પાયમાલ તથા કરજવાન થઈ ગયેલ છે તેમજ માલધારીઓને પોતાના માલ ઢોરને નિભાવા માટે યોગ્ય ઘાસચારો પણ ઉપલબ્ધ નથી જેથી આ ઉપલેટા તાલુકા વિસ્તારને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સરકારના નિયમ મુજબ મળતી યોગ્ય અને વ્યાજબી સહાય ચૂકવવામાં આવે તથા જે ફાર્મર રજીસ્ટ્રેશન ઓનલાઇન અરજીમાં ખેડૂતોને ટેકાના ભાવે ઓનલાઇન અરજીમાં 30 દિવસની વધારાની મુદત આપવામાં આવે તેમ જ ખેડૂતોને પડતી મુશ્કેલી તેમાં ભાયાવદર શહેરની પીજીવીસીએલ કચેરી તરફથી પડતી મુશ્કેલી જેમાં સામાન્ય ફોલ્ટમાં પણ અરજી લખાવ્યા ના દસ દિવસે પણ રીપેરીંગ કરવામાં આવતા નથી અને હાલ ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે પણ અનિયમિત અને રાત્રે આપવામાં આવે છે વીજળી દિવસના આપવામાં આવે એવી ખેડૂતો દ્વારા માગણી છે તેમજ મોરબીના જેતપુર મુકામે ચાલતા ખેડૂત આંદોલનને પણ ભાયાવદર શહેરના તેમજ આસપાસના ગામોના ખેડૂતોનું ફૂલ સમર્થન આપે તન મન ધન થી આ વિસ્તારના ખેડૂતોને આંદોલનકારી ખેડૂતોની સાથે ભાયાવદર શહેરના ખેડૂતોની મોટા પ્રમાણમાં વસ્તી ધરાવતું ગુજરાત રાજ્યનું સૌથી મોટું ગામ છે તેની ટેકાના ભાવે ખરીદી માટે ઉપલેટા જવું પડતું હોય જેમાં ખેડૂતોને અગવડતા પડતી હોય જેથી ભાયાવદરને કાયમી ખરીદીનું કેન્દ્ર ફાળવવામાં આવે તો ભાયાવદર તેમજ નીચેના ગામડાઓને ખેડૂતોને ખર્ચ માં પણ ફાયદો થાય તેથી ભાયાવદર સેવા સહકારી મંડળીના ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર મળવામાં આવે જેથી આજની મિટિંગમાં આ પાંચ ઠરાવો જેમાં માંગણી કરવામાં આવી છે


1. ટેકાના ભાવે ખરીદીની ઓનલાઈન માં 30 દિવસનો સમય મર્યાદામાં વધારો કરવામાં આવે

2. ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર સહકારી મંડળીને આપવું


3. આ વિસ્તારમાં તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય આપવી


4. pgvcl માં ખેડૂતોને પડતી મુશ્કેલી તાત્કાલિક દૂર કરવી


5. મોરબી જેતપુરમાં ચાલતા ખેડૂત આંદોલનમાં આ વિસ્તારના ખેડૂતોએ તન મન ધન થી ટેકો આપવા નો ઠરાવ કરેલ છે


ખેડૂતોની હાજરીમાં ઊંચા હાથ કરી સર્વનું મતે ઠરાવ કરવામાં આવેલ છે જો ઉપરોક્ત બાબતમાં સરકાર તેમજ વિવિધ અધિકારીઓ દ્વારા 20 દિવસની અંદર ખેડૂતોના ન્યાય નહીં મળે તો ભાયાવદરના ખેડૂતો સરકાર સામે ઉગ્ર આંદોલન કરશો તેમજ સાંસદ સભ્ય અને ધારાસભ્યના પણ પૂતળા દહન કરી તેમજ શહેરના વેપારીઓને સહકાર માંગી ભાયાવદર શહેરને ચોક્કસ મુદત સુધી બંધ રાખી તેમજ સરકારના નેતાઓનું શહેરમાં પ્રવેશ બંધી કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હાજર રહેલ ખેડૂતો ઊંચા હાથ કરી એક મતે ખેડૂતોને થતા અન્યાય સામે લડત લડવા ઠરાવ કરવામાં આવેલ છે આ મિટિંગમાં ભાયાવદર શહેરના દરેક સમાજના ખેડૂતો વિશાળ સંખ્યામાં હાજર રહી આક્રોશ સાથે બધા ખેડૂતો સાત સહકાર લડાઈ લડવાની મૂળમાં હોય તેમ જ આ સભાને સંબોધન કરતા ભાયાવદર ખેડૂત આગેવાન નયનભાઈ જીવાણી વલ્લભભાઈ કરમશીભાઈ નિલેશભાઈ વેગડાએ સંબોધિત કરેલ છે




રિપોર્ટર વિજય રાડીયા ઉપલેટા
📲Get App