🔥 TRENDING PM Modi Calls Census a Vital National... Shimla’s Three-Day Film Festival Wraps... Snowfall chills temperatures in Himach... Licensed .30 Bore Pistol Used in Murde... Mohali Gangsters Prefer .30-Bore Pisto... Youth Killed, Another Injured in Mohal...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલી: બીમાર સિંહને બચાવવા ગયેલી ટીમ પર હુમલો, બે વનકર્મી ઘાયલ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 28 Sep 2026, 01:02 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં બીમાર સિંહને બચાવવા ગયેલી વન વિભાગની ટીમ પર સિંહે હુમલો કરતાં બે વનકર્મીઓ ઘાયલ થયા છે. જેમાં એકને ભાવનગર રીફર કરાયા છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી બાર પટોળી ગામની સીમમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. ગામના વાડી વિસ્તારમાં એક સિંહ બીમાર હાલતમાં આંટા મારતો જોવા મળ્યો હતો. ગામલોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

બચાવ કામગીરી દરમિયાન અચાનક બીમાર સિંહે ટીમ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બે વનકર્મીઓ ઘાયલ થયા છે. ફોરેસ્ટર એમ.જે. ખાવડિયાને સામાન્ય ઈજા થતા રાજુલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જ્યારે ટ્રેકર ભરત જોગડિયાને પેટના ભાગે ગંભીર ઈજા થતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ DCF સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સિંહને સુરક્ષિત રીતે પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી હતી.

હાલ બંને ઘાયલ વનકર્મીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
📲Get App