🔥 TRENDING Rahul Gandhi meets job aspirants in De... MP Jaya Bachchan Criticises India Bloc... India to Build 4 New Airports in West... નર્મદા મૈયા બ્રિજ પર અંકલેશ્વર-ભરૂચ નર... EC Confirms Form 6 Unchanged, Declarat... BPSC boosts Bihar TRE 4.0 vacancies by...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સેવા સંકલ્પ સ્વચ્છતા અભિયાન
Local

સેવા સંકલ્પ સ્વચ્છતા અભિયાન

✍️ Reporter: Rushikesh Joshi 🗓 28 Sep 2026, 12:18 PM 👁 50
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાદરવી પૂનમ સ્વચ્છતા અભિયાન

ભાદરવી પૂનમ મેળામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી હંસાબેન જયંતીભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજ અને શ્રીમતિ કોકિલાબેન કરસનભાઈ પટેલ ગર્લ્સ સાયન્સ કોલેજ દ્વારા મહા સ્વચ્છતા અભિયાન

શ્રી કન્યા કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ , કોમર્સ અને સાયન્સ કોલેજ ના એન.એસ.એસ. વિભાગ દ્વારા. 25 સપ્ટેમ્બર, 2026 ના રોજ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ મેળા દરમિયાન જાહેર સ્થળોએ ફેલાતા પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરી સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.
આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોલેજના 30 એન.એસ.એસ. સ્વયંસેવકોએ સતલાસણા થી કોઠાસના સુધીના માર્ગ પર સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી. સ્વયંસેવકોએ માર્ગની આસપાસ તેમજ મેળાના સ્થળે પડેલા પ્લાસ્ટિકના કચરા સહિતનો કચરો એકત્ર કરી સ્વચ્છતા જાળવવા માટે શ્રમદાન કર્યું હતું. આ દરમિયાન સ્વયંસેવકોએ લોકોને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા તથા જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે પણ જાગૃત કર્યા હતા.
આ સમગ્ર સ્વચ્છતા મહા અભિયાનનું આયોજન અને માર્ગદર્શન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રકાશભાઈ જે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય બીપીનભાઇ પ્રજાપતિ સાહેબ અને કોલેજ ના પ્રોફેસર ના સહયોગ અને માર્ગદર્શનથી અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
એન.એસ.એસ. સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલા આ સેવાકાર્યથી મેળામાં આવતા લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાઈ હતી. “સ્વચ્છ મેળો – સ્વચ્છ પર્યાવરણ – સ્વસ્થ સમાજ”ના સંદેશ સાથે યોજાયેલ આ અભિયાન દ્વારા એન.એસ.એસ. વિભાગે સામાજિક જવાબદારી અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ અભિયાનમાં જોડાયેલા તમામ એનએસએસ સ્વયંસેવકોની સેવા ભાવના અને ઉત્સાહની સંસ્થાના પ્રમુખશ્રી કરસનભાઈ પટેલ તેમજ ચેરમેન શ્રી જયંતીભાઈ પટેલ તથા સંસ્થાના હોદ્દેદાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

રિપોર્ટર :
📲Get App