स्थानीय
જન્મ-મરણના પ્રમાણપત્રમાં નામ સુધારા માટે હવે સોગંદનામાની જરૂર નહીં: રાજ્ય સરકારનો નવો પરિપત્ર
यहाँ देखें:
▶️ YouTube
રાજ્યભરમાં જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં નામ સંબંધિત સુધારા-વધારા કરવા બાબતે લાંબા સમયથી પ્રવર્તતી અસ્પષ્ટતાનો અંત લાવવા રાજ્યના આરોગ્ય કમિશનરેટે નવા સુધારા પરિપત્ર (એડવાઈઝરી) બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ, અરજદારે નામ સુધારા માટે હવે સોગંદનામું રજૂ કરવાની જરૂર રહેશે નહીં.
રાજ્યભરમાં જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં નામ સંબંધિત સુધારા-વધારા કરવા બાબતે લાંબા સમયથી પ્રવર્તતી અસ્પષ્ટતાનો અંત લાવવા રાજ્યના આરોગ્ય કમિશનરેટે નવા સુધારા પરિપત્ર (એડવાઈઝરી) બહાર પાડ્યો છે. આ નિર્ણયથી નાગરિકોને મોટી રાહત મળશે.
ભારત સરકારના રજિસ્ટ્રાર -જનરલ ઓફ ઈન્ડિયાના સંયુક્ત "નિયામકના પત્રને અનુસંધાને રાજ્ય સરકારે આ પગલું ભર્યું છે. અગાઉ બહાર પાડવામાં આવેલ એડવાઈઝરીમાં રજિસ્ટ્રાર અને સબ-રજિસ્ટ્રાર (જન્મ-મરણ) કક્ષાએ કરવાના થતા સુધારા-વધારા બાબતે સ્પષ્ટ અર્થઘટન ન થઈ શકતું હોવાનું ધ્યાને આવતાં, વિભાગે તે અગાઉનો પરિપત્ર રદ કરી તેની જગ્યાએ નવ મુદ્દાની વિગતવાર સ્પષ્ટતા સાથેનો આ નવો પરિપત્ર બહાર પાડ્યો છે.
ગત ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ જારી કરાયેલા આ પરિપત્રમાં સ્પષ્ટ કરાયું છે કે અરજદારે નામ સુધારા માટે સોગંદનામું રજૂ કરવાની જરૂર રહેશે નહીં. માત્ર સ્વ-પ્રમાણિત દસ્તાવેજોના આધારે સંબંધિત રજિસ્ટ્રાર કે સબ-રજિસ્ટ્રાર (જન્મ-મરણ) સુધારો કરી શકશે. જેની અંગત નોંધ તમામ રજિસ્ટ્રારે લેવાની રહેશે.
આ નવા પરિપત્ર મુજબ, કમિશનરી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરીના અધિક નિયામક (આંકડા) ની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર (જન્મ-મરણ), મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ તથા મહાનગરપાલિકાઓના રજિસ્ટ્રાર (જન્મ-મરણ)ને નિયમાનુસાર કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.