Local
સુરતના કાપડ બજારો દિવાળી સુધી દર રવિવારે ખુલ્લા રહેશે, વેપારીઓમાં ખુશી
સુરત શહેરના કાપડ બજાર માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન (ફોસ્ટા) દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરતના તમામ કાપડ માર્કેટ દર રવિવારે સંપૂર્ણપણે ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે.
સુરત શહેરના કાપડ બજાર માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન (ફોસ્ટા) દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરતના તમામ કાપડ માર્કેટ દિવાળી સુધી દર રવિવારે સંપૂર્ણપણે ચાલુ રહેશે. તહેવારોની સિઝનમાં કાપડની માંગ વધતી હોય છે, જેને પહોંચી વળવા અને વેપારને વેગ આપવા માટે ફોસ્ટા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક અને બહારગામના વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
માલસામાનની હેરફેર ચાલુ રહેશે, વેપારીઓને થશે ફાયદો. રવિવારે માર્કેટ ખુલ્લા રહેવા ઉપરાંત માલની આવન-જાવન અને ટ્રાન્સપોર્ટેશનનું કામકાજ પણ રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. ફોસ્ટાના પ્રમુખ હંસરાજ જૈન અને મહામંત્રી દિનેશ કટારિયાની સહીથી જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, દિવાળીની સિઝનમાં વેપારી ભાઈઓને મહત્તમ લાભ મળી શકે તે હેતુથી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રવિવારે માર્કેટ ખુલ્લુ રહેવાથી બહારગામથી સુરત આવતા વેપારીઓને ખરીદી કરવા માટે વધુ સમય મળશે અને તેઓ નિરાંતે પોતાનો માલ બુક કરાવી શકશે. આ નિર્ણય વેપારીઓને તહેવારોની સિઝનમાં વધુ વેચાણ કરવાની અને તેમની આવક વધારવાની તક પૂરી પાડશે.