🔥 TRENDING Madhya Pradesh Influencer (16 Lakh Fol... Ujjain Protest Over Mosque Demolition... BJP Chief Nabin Kumar Visits Anganwadi... Supreme Court Confirms Bengal Speaker... Supreme Court Rejects Urgent Hearing R... Bihar STET 2026: Online Application Li...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાદરવી પૂનમના મેળા બાદ સ્વછતા અભિયાન

✍️ Reporter: Rushikesh Joshi 🗓 28 Sep 2026, 06:08 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્વછતા હિ સેવા

*N.S.S. સ્વયંસેવકો દ્વારા મહાસ્વચ્છતા અભિયાન*

શ્રી યુ.એચ. ચૌધરી આર્ટ્સ કોલેજ, વડગામના N.S.S. યુનિટ દ્વારા ભાદરવી પૂનમ અંબાજી ‘મહાસ્વચ્છતા અભિયાન’ અંતર્ગત તા. ૨૮/૦૯/૨૦૨૬ ના રોજ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. લક્ષ્મણભાઈ વી. ગોળ સાહેબના સચોટ માર્ગદર્શન હેઠળ મગરવાડાથી વડગામ વચ્ચેના રૂટ પર ‘મહાસ્વચ્છતા અભિયાન’ હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત N.S.S. ના સ્વયંસેવકો દ્વારા માર્ગની આસપાસના વિસ્તારમાં પડેલા નાસ્તાના પ્લાસ્ટિકના રેપર અને પ્લાસ્ટિકની પાણીની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. તેની સાથે-સાથે યાત્રાળુઓ અને સ્થાનિક લોકોમાં સ્વચ્છતા તથા પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ એચ. ચૌધરી અને સહઅધ્યાપક ડૉ. મોતીભાઈ એચ. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
📲Get App