🔥 ट्रेंडिंग नक्शे में असम को ‘अकोम’ दिखाने पर CJP... असम ने पर्यटन स्थलों के विकास के लिए 5... IRFC ने DVC नवीकरणीय परियोजनाओं को ₹4,... झारखंड उच्च न्यायालय ने कहा, वित्तीय न... जैक कम्पार्टमेंट रिज़ल्ट 2027 की तिथि... त्रिनिदाद‑टॉबैगो राजदूत ने कहा, भारत द...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાપર શાળાના આરોપી આચાર્ય આણંદના સોજીત્રાથી ઝડપાયો..
अपराध

રાપર શાળાના આરોપી આચાર્ય આણંદના સોજીત્રાથી ઝડપાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 28 सित. 2026, 11:55 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાપર તાલુકાની શાળામાં સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવાના આરોપસર ફરાર થયેલા આચાર્ય વિપુલ ગોહિલને રાપર પોલીસે આણંદ જિલ્લાના સોજીત્રા ખાતેથી ઝડપી પાડ્યો છે..

રાપર તાલુકાની એક શાળામાં સગીર વયની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપ સાથે નોંધાયેલા પોક્સો સહિતના ગુનામાં ફરાર આરોપી આચાર્યને રાપર પોલીસે આણંદ જિલ્લાના સોજીત્રા ખાતેથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. આ બનાવ અંગે રાપર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11993010260526/2026 મુજબ ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ફરિયાદ મુજબ, આરોપી શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો અને તેણે સગીર વયની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, બોર્ડર રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાએ આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

આ સૂચનાઓના પગલે, રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાએ પોતાની ટીમને સાથે રાખી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસની મદદથી આરોપીની ઓળખ વિપુલ ભાનુભાઈ ગોહિલ (ઉં.વ. 27) તરીકે થઈ હતી, જે દેવાતલપડ, તા. સોજીત્રા, જિ. આણંદનો રહેવાસી છે.

રાપર પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વિપુલ ગોહિલને તેના રહેઠાણ દેવાતલપડ ગામ, તાલુકો સોજીત્રા, જિલ્લા આણંદ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા તથા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
📲Get App