🔥 TRENDING માંગરોળ બારા IGN India Drops Official Trailer for '... Linkin Park Documentary 'Unshatter' Se... Udta Teer Trailer Earns Applause in In... Stranger Claims 'Main Maharashtra Ka H... Former MAD TV Host Rob Turns to Art in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર પોલીસે ચોરી થયેલી બે મોટરસાયકલ ગણતરીના કલાકોમાં શોધી કાઢી, એક આરોપી ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Sep 2026, 06:30 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવાના પોલીસ અધિક્ષકના નિર્દેશ બાદ હિંમતનગર એ. ડિવિઝન પોલીસે ચોરી થયેલી બે મોટરસાયકલ ગણતરીના કલાકોમાં શોધી કાઢી છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

સાબરકાંઠામાં-:
મિલકત સંબંધિત ચોરીના ગુનાઓ પર નિયંત્રણ લાવવા અને આવા ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાઓના પગલે હિંમતનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ હિંમતનગર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વાય. વ્યાસ અને સર્વેલન્સ સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ.જાડેજા તથા તેમની ટીમે સતત વોચ ગોઠવી હતી..

તા. ૨૭/૦૯/૨૦૨૬ ના રોજ નાઇટ રાઉન્ડ દરમિયાન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મોહમદ સલીમ ઇકબાલહુસેન અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ હરીશચંદ્રસિંહ પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન ગોકુલનગર ફાટક પાસે એક ઇસમ શંકાસ્પદ રીતે મોટરસાયકલ ચલાવતો જણાયો હતો. ટોર્ચ લાઇટનો ઇશારો કરી તેને રોકતા તે નશાની હાલતમાં જણાયો હતો.પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ સરવણ ઉર્ફે શ્રવણ કાળુભાઈ જાતે વાદી (ઉ.વ.૨૯, રહે. ગોવાવાડા,તા-ખેરવાડા,જી-ઉદેપુર,રાજસ્થાન) જણાવ્યું હતું..

આરોપીની પૂછપરછ કરતાં તેણે તા. ૨૬/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધીનગર સેક્ટર-૦૬ માંથી GJ-18-J-6013 નંબરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ મોટરસાયકલની અંદાજિત કિંમત ૨૦,૦૦૦ રૂપિયા છે.વધુ પૂછપરછ કરતાં તેણે ગાંધીનગર બસ સ્ટેન્ડ નજીકથી લગભગ પંદર દિવસ અગાઉ GJ-18-DM-3463 નંબરની હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ પણ ચોરી કર્યાનું જણાવ્યું હતું,જેની કિંમત ૨૫,૦૦૦ રૂપિયા છે.આ બીજી મોટરસાયકલ છાપરીયા કેનાલ પાસે છુપાવી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે બંને મોટરસાયકલ કુલ ૪૫,૦૦૦ રૂપિયાની કિંમતની કબજે કરી આરોપી સરવણ ઉર્ફે શ્રવણ વિરુદ્ધ બી.એન.એસ.એસ. કલમ ૩૫ (૧)(ઇ) મુજબ ગુનો નોંધી તેને ડિટેઇન કર્યો છે.આરોપીએ ગાંધીનગર સેક્ટર-૦૭ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુના (રજી.નં.૧૧૨૧૬૦૦૮૨૨૬૦૬૩૦/૨૦૨૬, ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ)માં પણ આ ચોરીઓ કબૂલી છે.હિંમતનગર એ.ડિવિઝન પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવામાં પ્રશંસનીય કામગીરી કરી છે.
📲Get App