🔥 TRENDING ભારતે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવી વન... Rahul Gandhi and AAP condemn BJP MP Pa... Justin Verlander and Kate Upton marry,... Justin Verlander ties the knot with mo... Actress Tanya Mishra Crowned India’s N... Student protests erupt across Delhi an...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

જનરલ મેડિકલ ચેકઅપ

✍️ Reporter: Rushikesh Joshi 🗓 28 Sep 2026, 01:10 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*એમ. પી. શાહ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. એન. આર્ટ્સ એન્ડ બી. ડી. કોમર્સ કોલેજના એન.એસ. વિભાગ દ્વારા NSS Day નિમિત્તે જનરલ શરીર સ્ક્રીનિંગ કેમ્પ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.*

*સી.એન. આર્ટ્સ એન્ડ બી. ડી. કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડૉ. જી. ડી. ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. વિભાગ તથા તાલુકા આરોગ્ય કચેરી, કડીના સંયુક્ત ઉપક્રમે NSS Day નિમિત્તે જનરલ શરીર સ્ક્રીનિંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં આવેલ મહેમાનનું સૂતરની આંટીથી સ્વાગત કરવામાં આવ્યું. કોલેજના આચાર્યશ્રી ડૉ. જી. ડી. ત્રિપાઠી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને “સ્વસ્થ શરીર, સજાગ મન અને સેવાભાવ” નું મહત્વ સમજાવતું પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.*

*આ નિદાન કેમ્પમાં નિષ્ણાત ડૉ. ધ્રૌમી કાપડિયા, (MBBS – Government Medical Officer) અને તબીબ ટીમ દ્વારા ૧૦૦ થી વધારે વિધાર્થીઓની શરીર તપાસ કરવામાં આવી તથા જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આરોગ્ય જાગૃતિનો સંદેશ આત્મસાત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જુગાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે પધારેલ તબીબી ટીમ, મહેમાનો, કોલેજ પરિવાર તથા NSS સ્વયંસેવકોનો ડૉ . ચિરાગભાઈ ધંધુકિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્વસ્થ યુવા – સશક્ત સમાજ”ના સંદેશ સાથે યોજાયેલ આ કેમ્પ NSSની સેવાભાવનાને વધુ મજબૂત બનાવનાર સાબિત થયો હતો.*
📲Get App