🔥 TRENDING সাধারণ ভোটারদের সঙ্গে লাইনে দাঁড়িয়ে... Madhya Pradesh Influencer (16 Lakh Fol... Ujjain Protest Over Mosque Demolition... BJP Chief Nabin Kumar Visits Anganwadi... Supreme Court Confirms Bengal Speaker... Supreme Court Rejects Urgent Hearing R...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર પોલીસે ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો, બે મોટરસાયકલ કબજે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 28 Sep 2026, 06:05 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે બે ચોરાયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે.

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધિત ચોરીના ગુનાઓ અટકાવવા માટે પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલના નિર્દેશ હેઠળ હિંમતનગર એ ડીવીઝન પોલીસ સતર્ક બની હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.વાય.વ્યાસ અને સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ શ્રી કે.એલ.જાડેજાની ટીમે આવા ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોને પકડવા માટે સઘન તપાસ હાથ ધરી હતી.

ગત તા.૨૭/૦૯/૨૦૨૬ ના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ગોકુલનગર ફાટક પાસે એક શંકાસ્પદ ઇસમ મોટરસાયકલ લઈને શંકાસ્પદ રીતે ફરતો ઝડપાયો હતો. પોલીસે તેને રોકી પૂછપરછ કરતા તે નશાની હાલતમાં જણાયો હતો. તેની ઓળખ સરવણ ઉર્ફે શ્રવણ કાળુભાઇ જાતે વાદી (ઉ.વ.૨૯, રહે. ગોવાવાડા, તા-ખેરવાડા, જી-ઉદેપુર, રાજસ્થાન) તરીકે થઈ હતી. તેની પાસેની મોટરસાયકલ (રજી. GJ-18-J- 6013) ના દસ્તાવેજો માંગતા તે ગલ્લા તલ્લા કરતો હતો.

પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે તા.૨૬/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધીનગર સેક્ટર-૦૬ પાસેથી આ મોટરસાયકલ ચોરી કરી હતી. આ મોટરસાયકલની કિંમત અંદાજે ૨૦,૦૦૦/- રૂપિયા આંકવામાં આવી છે. વધુ પૂછપરછ દરમિયાન આરોપીએ ગાંધીનગર બસ સ્ટેન્ડ પાસેથી લગભગ પંદર દિવસ અગાઉ બીજી એક સ્પેન્ડર મોટરસાયકલ (રજી. GJ-18-DM-3463) ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ મોટરસાયકલની કિંમત અંદાજે ૨૫,૦૦૦/- રૂપિયા છે.

પોલીસે આરોપીની કબૂલાતના આધારે બંને મોટરસાયકલ કુલ ૪૫,૦૦૦/- રૂપિયાની કિંમતની કબજે કરી છે. આરોપી સરવણ ઉર્ફે શ્રવણ કાળુભાઇ વાદી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગર એ ડીવીઝન પોલીસે ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે.
📲Get App