🔥 TRENDING સાંસદ શોભનાબેન બારૈયાએ મેડિકલ કેમ્પમાં... હિંમતનગર પોલીસે ચોરીના ગુનાનો ગણતરીના... સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા મેડિકલ કે... J&K & Ladakh High Court Promotes 23 Of... J&K Assembly Approves Statehood Resolu... Jammu & Kashmir Government Delays Anno...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન: નાગરિકોને કાપડની થેલી વાપરવા અપીલ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Sep 2026, 04:40 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં પ્લાસ્ટિકના વધતા ઉપયોગ સામે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં નાગરિકોને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા પ્રોત્સાહિત કરાયા..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી પર્યાવરણને થઈ રહેલા ગંભીર નુકસાન અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની થેલીઓના વપરાશને ઘટાડીને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ કરવાનો હતો.આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત, નાગરિકોને પ્લાસ્ટિકની થેલીઓના બદલે કાપડની થેલીઓનો મહત્તમ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. "પ્લાસ્ટિક મુક્ત શહેર – સ્વચ્છ અને હરિત શહેર" ના સંકલ્પ સાથે, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, પુનઃઉપયોગ અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો..

આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા,નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડીયા,ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી,કારોબારી સભ્ય રાહુલભાઈ પટેલ,આરોગ્ય વિભાગના વડા બ્રીજેશ પટેલ,સેનેટરી ઈન્સ્પેક્ટર કુલદીપસિંહ રેહવર,સીટી મેનેજર તેજસ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કુલદીપભાઈ પાઠક, તેમજ અન્ય સદસ્યો અને શહેર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનોએ પણ આ અભિયાનમાં ભાગ લઈને પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
📲Get App