🔥 TRENDING વિશ્વ પ્રવાસન દિવસ: જૂનાગઢના કલેક્ટરનુ... अर्श हॉस्पिटल की निःशुल्क चिकित्सा शिव... ચાંદખેડા પોલીસે ૫૪.૫૯૦ ગ્રામ હાઇબ્રીડ... मदरकल गांव के अंबामठ में पूर्णिमा के अ... અમદાવાદ: પ્રેમ લગ્ન બાદ પરિણીતાએ માતાજ... Hart etek thi mot polis
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિશ્વ પ્રવાસન દિવસ”ની ઉજવણી કરાઈ

✍️ Reporter: Atul Thakor 🗓 27 Sep 2026, 07:01 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં અને પ્રવાસન રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતની પ્રેરક ઉપસ્થિતિમાં “વિશ્વ પ્રવાસન દિવસ”ની ઉજવણી કરાઈ; ગુજરાત પ્રવાસન વર્ષનો લોગો અને ‘ગુજરાત ફિલ્મ શૂટિંગ પરમિશન પોર્ટલ’ લોન્ચ કરાયા...

પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે 'સામૂહિક ભાગીદારી' સાથે 'સ્વચ્છતા', 'સ્વાસ્થ્ય' અને 'સોફ્ટ સ્પોકન સ્કિલ'ના ત્રિ-સૂત્રીય મંત્ર પર ભાર મૂકવા નાયબ મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ...

રાજ્યની ટૂરિઝમ ઇકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવા માટે સ્પોર્ટ્સ, ટેક્નોલોજી અને કૌશલ્ય તાલીમ ક્ષેત્રે 08 MoU સંપન્ન; ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હોમસ્ટે સંચાલકો અને ગાઇડ્સને ‘ટૂરિઝમ ચેમ્પિયન્સ’ તરીકે સન્માનિત કરાયા...

રાજ્યના 100 પસંદગીના ગામડાઓમાં હોમસ્ટેની સુવિધાઓને પ્રોત્સાહિત કરીને વિકસાવાશે; તેમજ રાજ્યમાં વધુ 1,000 ટૂરિસ્ટ ગાઇડ્સને તાલીમબદ્ધ કરાશે...

ગાંધીનગર ખાતે ‘હાયરોક્સ’ તથા અમદાવાદ ખાતે ‘આયર્નમેન/હાફ-આયર્નમેન’ જેવી વૈશ્વિક ફિટનેસ સ્પર્ધા યોજાશે: નાયબ મુખ્યમંત્રીશ્રી
📲Get App