🔥 ट्रेंडिंग LPU ਦੇ ਬਾਹਰ ਦੋ ਗੱਡੀਆਂ ਨੂੰ ਅੱਗ ਲੱਗਣ ਨਾਲ... नवादा में महिला से नशाखुरानी, मोबाइल व... ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મ... થાઈલેન્ડના શહેરને ભારે વરસાદે જળબંબાકા... हरियाणा रोडवेज़ बस और मोटरसाइकिल टकराई... छत्तीसगढ़ का गाँव नाम बदलकर चंदनपुर बन...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
यात्रा

વિશ્વ પ્રવાસન દિવસ: જૂનાગઢના કલેક્ટરનું પ્રવાસીઓને મુલાકાત લેવા આહ્વાન

✍️ रिपोर्टर: Samir Bhalodiya 🗓 27 सित. 2026, 08:14 PM 👁 88
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે દેશ-વિદેશના પ્રવાસીઓને જૂનાગઢની ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક ધરોહરનો અનુભવ કરવા અનુરોધ કર્યો છે.

વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ દેશ-વિદેશના પ્રવાસીઓને જૂનાગઢની મુલાકાત લેવા માટે ખાસ અનુરોધ કર્યો છે. જૂનાગઢ તેની સમૃદ્ધ ઐતિહાસિક ધરોહર, ધાર્મિક આસ્થા, ભવ્ય ગિરનાર પર્વત અને મનમોહક પ્રાકૃતિક સૌંદર્ય માટે આગવી ઓળખ ધરાવે છે.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં આવેલા અનેક ઐતિહાસિક સ્થળો, ધાર્મિક સ્થળો તથા પ્રાકૃતિક સ્થળો પ્રવાસીઓને એક અનોખી અને યાદગાર અનુભૂતિ પ્રદાન કરે છે. આ સ્થળો પ્રવાસીઓને જૂનાગઢની આગવી સંસ્કૃતિ અને વારસાની ઝલક આપે છે.

કલેક્ટરશ્રીએ વિશ્વ પ્રવાસન દિવસના શુભ અવસરે જણાવ્યું હતું કે, જૂનાગઢના ઐતિહાસિક તથા પ્રાકૃતિક વૈભવને નજીકથી નિહાળવા માટે પ્રવાસીઓએ અવશ્ય જૂનાગઢની મુલાકાત લેવી જોઈએ. તેમણે દેશ-વિદેશના પ્રવાસીઓને જૂનાગઢની મુલાકાત લઈ તેની આગવી સંસ્કૃતિ તથા ધરોહરને માણવા માટે આહ્વાન કર્યું હતું.
📲Get App