🔥 ट्रेंडिंग बिहार की सिनेमा में नई ऊँचाई: 'द व्वान... किशोर ने कहा: बिहार शिक्षकों का 7वाँ व... मुरबाडमध्ये चेन स्नॅचिंग करताना आरोपी... कांग्रेस नेताओं ने आईआईटी बॉम्बे छात्र... बीजेपी शासन के खिलाफ युवा का विरोध, के... महाराष्ट्र में भूकंप, एनसीएस ने पुष्टि...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતમાં તાપી નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો, ચકચાર

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 27 सित. 2026, 08:25 PM 👁 38
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના અડાજણ વિસ્તારમાં તાપી નદીના કિનારેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં તાપી નદીના કિનારેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક રહીશો દ્વારા નદીના પાણીમાં એક મૃતદેહ તરતો હોવાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં કિનારે એકઠા થઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ મૃતક યુવકની ઉંમર આશરે 35થી 40 વર્ષ હોવાનું જણાઈ રહ્યું છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમ તથા સ્થાનિક પોલીસ કાફલો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ તાપી નદીના પાણીમાંથી યુવકના મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને તેને સ્થાનિક પોલીસના હવાલે કર્યો હતો.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાયદેસરની પંચનામા સહિતની કાર્યવાહી પૂર્ણ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જેમ કે, યુવકનું મોત ડૂબી જવાથી થયું છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ કે અકસ્માત છુપાયેલો છે તે સ્પષ્ટ થઈ શકશે.
📲Get App