🔥 TRENDING मोहना नगर परिषद में भव्य रामलीला का आय... ग्लोबल इन्वेस्टमेंट का केंद्र बन रहा उ... Manipur NRC Protest in Imphal Escalate... Manipur Achieves Milestone in Peace Ta... ਲਵਲੀ ਪ੍ਰੋਫੈਸ਼ਨਲ ਯੂਨੀਵਰਸਿਟੀ ਦੇ ਬਾਹਰ ਵਿਦ... Kiren Rijiju Calls for Community Dialo...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રેલવે પ્રોજેક્ટ્સનું અમદાવાદ ખાતેથી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને પ્રસ્થાન

✍️ Reporter: Atul Thakor 🗓 27 Sep 2026, 08:59 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દેશની પ્રથમ LNG ટ્રેનને પ્રસ્થાન તેમજ સાબરમતી રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કાર્યોના લોકાર્પણ ઉપરાંત ભારતીય રેલવે દ્વારા સલામતી, કાર્યક્ષમતા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા ₹1542 કરોડથી વધુના વિવિધ અત્યંત મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સનું અમદાવાદ ખાતેથી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને પ્રસ્થાન સંપન્ન...

દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવા ઉપરાંત સાબરમતી અત્યાધુનિક WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડ તથા સાબરમતી–કલોલ–ભાંડુ મોટીદાઉ તથા સાબરમતી–સાણંદ–જખવાડા રેલખંડ પર એબીએસ પ્રણાલીના લોકાર્પણ તેમજ અમદાવાદ મંડળના 404 કિલોમીટર લાંબા રેલખંડ (અમદાવાદથી પાલનપુર અને સામાખ્યાલી) પર 'કવચ' પ્રણાલી અને સાબરમતી -સરખેજ રેલવે લાઇનના ડબલિંગનું ખાતમુહૂર્ત કરાયું...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને રેલવેએ ચરિતાર્થ કર્યું છે : કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ

વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ભારતીય રેલવે દેશના પરિવહનની મજબૂત કરોડરજ્જુ બનશે : મુખ્યમંત્રીશ્રી

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા લોકોમોટીવ શેડમાં પ્રદર્શન નિહાળી, લોકો એન્જિન ટ્રેનનું અવલોકન કર્યું તેમજ લોકોમોટિવનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું...
📲Get App