🔥 TRENDING Former MP Home Minister Narottam Mishr... AIIMS Bhopal urges safe drug and devic... 75-year-old fugitive arrested in Dausa... વડોદરા: શિનોર ગામમાં પૂર્વ બાંધકામ સમિ... સાબરકાંઠા: ચૂંટણી પંચના અધિકારીના રાજી... Roadies Rebirth Season 21 to Debut on...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર

✍️ Reporter: Bhadreshkumar Solanki 🗓 27 Sep 2026, 06:48 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના એકપક્ષીય નિર્ણય અને SIR પ્રક્રિયામાં થયેલી ગેરરીતિના વિરોધમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે.

ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના એકપક્ષીય નિર્ણય અને SIR પ્રક્રિયામાં થયેલી ગેરરીતિના વિરોધમાં એક વિરોધ પ્રદર્શન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીના ભાગરૂપે કલેક્ટર શ્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે.

આ કાર્યક્રમનું નેતૃત્વ ખેડા જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા અને જિલ્લાના વરિષ્ઠ આગેવાનો કરશે. આ રેલી ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ કલાકે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતેથી પ્રસ્થાન કરશે અને કલેક્ટર કચેરી સુધી જશે.

ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ જિલ્લા, શહેર અને તાલુકાના હોદ્દેદારો, પ્રભારી શ્રીઓ અને કોંગ્રેસ કાર્યકર્તા ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ વિરોધ પ્રદર્શનને સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ ફાગવેલ તાલુકા સમિતિ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.
📲Get App