🔥 TRENDING ભુજમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપ... Ropar Police Raid Former SGPC Member’s... FIR Filed Over Alleged Rape During LPU... CCB Seizes Four Sites in Kallakurichi... Harsh Goenka Criticises VIP Darshan at... Bollywood Actresses Shine at Global Fa...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ઉત્તમ વ્યવસ્થા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 02:54 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં માઈભક્તો માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા દરરોજ ૩૨ લાખ લિટર પીવાના પાણીનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે..

અંબાજીમાં ભાદરવી પૂનમનો મહા મેળો યોજાનાર છે,ત્યારે માઈભક્તો માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની 'પાણીદાર' વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ મેળા દરમિયાન દરરોજ ૩૨ લાખ લિટર પીવાના પાણીનો અવિરત પુરવઠો જાળવવામાં આવશે..

આ વ્યવસ્થાનું ૨૪x૭ ધોરણે સતત મોનિટરિંગ કરવા માટે ૭ ટીમો કાર્યરત રહેશે. આયોજન પદયાત્રીઓ, વિવિધ સેવા કેમ્પો અને દર્શનાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેથી સૌને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે.પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થા મેળામાં આવનાર લાખો ભક્તો માટે અત્યંત રાહતરૂપ સાબિત થશે અને પાણીની કોઈપણ અછત ન વર્તાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
📲Get App