🔥 TRENDING Dharfod ma chori sambandhit ek aaropi... CEC Resignation Sparks Uproar in Delhi Jharkhand CID Arrests Three Candidates... India-Bangladesh ties described as org... US and China Strike $30 Billion Tariff... Five Kerala Students Detained for Ragg...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીના ભાયાવદર મુકામે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરતાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 27 Sep 2026, 08:34 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીના ભાયાવદર મુકામે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરતાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

અંદાજિત રૂ ૯૧.૧૦ લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત પ્રાથમિક શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે અદ્યતન સુવિધાઓ

ગ્રામ્ય વિસ્તારના બાળકોને શિક્ષણ માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને તેમના સર્વાંગી વિકાસની નેમ સાકાર થઈ રહી છે
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

શિક્ષણ વ્યવસ્થામાં ગુણવત્તાલક્ષી પરિવર્તન સાથે આંતરમાળખાકીય સુવિધા મજબૂત બની

અમરેલી તા. ૨૬ સપ્ટેમ્બર
અમરેલીના ભાયાવદર મુકામે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક શાળાનું લોકાર્પણ કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સંપન્ન થયું હતું. ગ્રામ્ય વિસ્તારના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ નવું સંકુલ શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

અંદાજિત રૂ. ૯૧.૧૦ લાખની માતબર રકમના ખર્ચે તૈયાર થયેલા આ નવનિર્મિત શાળા ભવનમાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પીવાના પાણીની સુવિધા, સેનિટેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના છેવાડાના બાળકોને પણ શિક્ષણ માટે વધુમાં વધુ અને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે સરકારની પ્રાથમિકતા છે. નવી સુવિધાઓથી સજ્જ આ શાળા થકી ગ્રામીણ બાળકોના સર્વાંગી વિકાસની નેમ સાકાર થઈ રહી છે.

વર્તમાન સમયમાં શિક્ષણ વ્યવસ્થામાં માત્ર ગુણવત્તાલક્ષી પરિવર્તન જ નથી આવ્યું, પરંતુ તેની સાથે આંતરમાળખાકીય સુવિધાઓ પણ અત્યંત મજબૂત અને સુદ્રઢ બની છે. આ નવું ભવન ગ્રામીણ સ્તરે શિક્ષણ સ્તરને વધુ ઊંચું લાવવામાં અને બાળકોને ભણતર માટે એક પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

શિક્ષણ સુવિધા અને આંતરમાળખાકીય વિકાસ અંગે વિગતે વાત કરીએ તો, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સશક્તિકરણ માટે સતત ભૌતિક સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક લાઈબ્રેરી, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને રમત-ગમતના મેદાન જેવા આંતરમાળખાકીય વિકાસના કાર્યોને લીધે સરકારી શાળાઓ ખાનગી શાળાઓ સમકક્ષ બની રહી છે. ભાયાવદર ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળા આ જ પ્રગતિશીલ અભિગમનું જીવંત ઉદાહરણ છે, જે આવનારી પેઢી માટે આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરશે.

આ પ્રસંગે તાલુકા પંચાયત હોદ્દેદારશ્રીઓ, અમરેલી શહેરના હોદ્દેદારશ્રીઓ, ભાયાવદર સરપંચશ્રી અને પંચાયત સભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો, શાળાના આચાર્ય સહિતનો સ્ટાફ ઉપરાંત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App