🔥 ट्रेंडिंग एनडीटीवी प्रोफिट ने शुरू की 'नो इकॉनमी... दिन 4 बॉक्स ऑफिस अपडेट: 'द पैराडाइस' म... मंदाड़ी ने दिन 17 पर 64.3% की बढ़ोतरी,... डोरथी ने दिन 2 पर बॉक्स‑ऑफिस में उछाल... विदेश मंत्री जयशंकर ने कहा, भारत-वेनेज... केटीआर ने स्नातकों से माँगा मलेस वोट ब...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ઘરડા કેમિકલ કંપનીમાં કામદારોની છટણીનો પ્રશ્ન ઉકેલાયો, રોજગારી પુનઃસ્થાપિત

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 27 सित. 2026, 03:24 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અરગામા ગામ નજીક ઘરડા કેમિકલ કંપનીમાં કોન્ટ્રાક્ટ બદલાવાની પ્રક્રિયા દરમિયાન થયેલી કામદારોની છટણીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. ચર્ચાઓ બાદ કામદારોની રોજગારી પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અરગામા ગામ નજીક આવેલી ઘરડા કેમિકલ કંપનીમાં કોન્ટ્રાક્ટ બદલાવાની પ્રક્રિયા દરમિયાન કેટલાક કામદારોને કામમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. આ નિર્ણયને કારણે કામદારો અને તેમના પરિવારજનોની રોજગારી તથા જીવનનિર્વાહને લઈને ગંભીર ચિંતા ઊભી થઈ હતી.

આ મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચાઓ અને રજૂઆતો કરવામાં આવી હતી. કામદારોની સ્થિતિને ધ્યાનમાં રાખીને, કંપનીના સંચાલકો અને સંબંધિત પક્ષકારો વચ્ચે વાટાઘાટો યોજાઈ હતી. આ ચર્ચાઓના પરિણામે, કામદારોની રોજગારીનો પ્રશ્ન સુખદ રીતે ઉકેલાઈ ગયો છે.

કંપની દ્વારા કામદારોને ફરીથી નોકરી પર લેવાની ખાતરી આપવામાં આવી છે, જેનાથી કામદારો અને તેમના પરિવારોમાં રાહતની લાગણી ફેલાઈ છે. આ નિર્ણયથી સ્થાનિક રોજગારી જાળવી રાખવામાં મદદ મળી છે અને કામદારોના જીવનનિર્વાહનો પ્રશ્ન હલ થયો છે

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અરગામા ગામ નજીક આવેલી ઘરડા કેમિકલ કંપનીમાં કોન્ટ્રાક્ટ બદલાવાની પ્રક્રિયા દરમિયાન કેટલાક કામદારોને કામમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. જેના કારણે કામદારો અને તેમના પરિવારજનોની રોજગારી તથા જીવનનિર્વાહને લઈને ચિંતા ઊભી થઈ હતી.

આ સમગ્ર બાબતની જાણકારી મળતાં ભરૂચ જિલ્લા INTUC પ્રમુખ શ્રી સકીલભાઈ રાજ અને ભરૂચ જિલ્લા INTUC સોશિયલ મીડિયા પ્રમુખ શ્રી રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા કામદારોના પ્રશ્નને ગંભીરતાથી લેવામાં આવ્યો.

બંને આગેવાનો ઘરડા કેમિકલ કંપની ખાતે જઈને મેનેજમેન્ટ સાથે રૂબરૂ મુલાકાત કરી અને કામદારોની રોજગારી સંબંધિત સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરી. ચર્ચા દરમિયાન કામદારોના હિતો તથા તેમની રોજગારી જળવાઈ રહે તે અંગે રજૂઆત કરવામાં આવી.

આ ચર્ચાના પરિણામે સુખદ સમાધાન આવ્યું છે અને સંબંધિત કામદારોને ફરીથી કોન્ટ્રાક્ટ હેઠળ કામ પર પરત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેથી તેઓ પોતાની રોજગારી ચાલુ રાખી શકે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે.

આ સમગ્ર મામલે સમય ફાળવીને કામદારોની સમસ્યા સાંભળવા તથા સકારાત્મક પ્રતિસાદ આપવા બદલ ગડડા કેમિકલ કંપનીના મેનેજમેન્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

કામદારોના પ્રશ્નોને સમજવા, યોગ્ય મંચ પર રજૂ કરવા અને સંવાદ દ્વારા ઉકેલ લાવવાના પ્રયાસ બદલ તમામ સંબંધિત કામદારોનો પણ આભાર.

✊ INTUCનો સંકલ્પ
કામદારોના હક, રોજગારી અને સન્માન માટે INTUC હંમેશાં સંવાદ, સહકાર અને સંગઠિત પ્રયાસો દ્વારા કામ કરતું રહેશે.

-સમસ્ત ભરૂચ જિલ્લા INTUC
📲Get App