🔥 ट्रेंडिंग અમદાવાદ ગ્રામ્યના દેત્રોજ તાલુકાના રામ... શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમે ભક્તિન... बिजली का तार गिरने से सड़क हादसा, रिपो... अल्ताफ बुखारी ने कहा, एनसी ही जम्मू-कश... सोपोरे में बेहोश होकर गिरा CRPF कर्मी... उत्तरी कश्मीर के फायर स्टेशन से गिरते...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમરેલીની નારાયણી કો-ઓપરેટિવ સોસાયટીની સાધારણ સભા યોજાઈ, વિસ્તરણની યોજના

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 27 सित. 2026, 09:48 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી નારાયણી કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, અમરેલી દ્વારા ગજેરાપરા પટેલ વાડી ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંડળીના વિસ્તરણ અને સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી.

અમરેલી: આજ રોજ રવિવાર, તા. ૨૭/૦૯/૦૨૬ ના રોજ ગજેરાપરા પટેલ વાડી ખાતે શ્રી નારાયણી કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ અમરેલી દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કોર્પોરેટરો, મહાનુભાવો, સભાસદો, વકીલ ગ્રુપ, મેમાનો અને સભાસદ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હાલમાં નારાયણી કો-ઓપરેટિવ સોસાયટી ૭૫૦ થી વધુ સભાસદો સાથે પ્રગતિ કરી રહી છે. ચેરમેન શ્રી ચંદ્રેશભાઈ મહેતા, શ્રીમતી પ્રતીક્ષાબેન ચંદ્રેશભાઈ મહેતા અને મંડળીના કાર્યકર્તાઓના સહયોગથી મંડળી વિકાસના પંથે આગળ વધી રહી છે. છેલ્લા એક વર્ષમાં મંડળી દ્વારા ૨ કરોડ રૂપિયાથી વધુનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે.

મંડળી દ્વારા ભવિષ્યમાં રાજકોટ, જૂનાગઢ, ભાવનગર સહિત પાંચ જિલ્લાઓમાં શાખાઓ સ્થાપવાની યોજના છે. આ ઉપરાંત, મંડળી નાના માણસો માટે પર્સનલ લોન, ગોલ્ડ લોન, મોર્ટગેજ લોન અને રિકરીંગ ડિપોઝિટ જેવી સેવાઓ પણ પૂરી પાડે છે.

મંડળીમાં સભ્ય બનવા ઈચ્છુક વ્યક્તિઓ ઓફિસ, ૧૦૮ ઓપેરા હાઉસ, પહેલા માળે, હોટેલ અવધની બાજુમાં, અમરેલી, ૩૬૫૬૦૧ ખાતે મુલાકાત લઈ શકે છે. વધુ માહિતી માટે મો. નં. ૯૯૨૫૩ ૮૪૩૦૬ પર સંપર્ક કરી શકાય છે.
📲Get App