🔥 TRENDING Official Trailer of Psycho Ranga Relea... Delhi Issued Yellow Alert After Light... 17 Judicial Officers Recuse from Cases... IMD Issues Red Alert for Very Heavy Ra... Delhi Govt Speeds Up 50 Police Posts a... Yogi Adityanath Meets PM Modi, BJP Chi...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીના મેઘા પીપળીયા ખાતે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરતા કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 27 Sep 2026, 08:56 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીના મેઘા પીપળીયા ખાતે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરતા કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

મેઘા પીપળીયા-ખજુરી રોડ પર અંદાજિત રૂ. ૨.૧૦ કરોડના ખર્ચે પુર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવશે

અંદાજિત રૂ. ૨૫ લાખના ખર્ચે ચેકડેમ રીપેરીંગ અને રૂ. ૨૦ લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવશે

અમરેલી શહેરી સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસકાર્યો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે


અમરેલી તા. ૨૬ સપ્ટેમ્બર
અમરેલીના મેઘા પીપળીયા મુકામે ગ્રામીણ સુખાકારી અને પ્રગતિને વેગ આપતા વિવિધ જનહિતના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સંપન્ન થયું હતું.

આ ખાતમુહૂર્ત અંતર્ગત મેઘા પીપળીયા અને તેની આસપાસના વિસ્તાર માટે મહત્વના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ચોમાસા દરમિયાન રક્ષણ મળી રહે તે હેતુથી મેઘા પીપળીયા-ખજુરી રોડ પર અંદાજિત રૂ. ૨.૧૦ કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ (ફ્લડ પ્રોટેક્શન વોલ) બનાવવામાં આવશે. આ સાથે જ, જળ સંચય અભિયાનને બળ આપવા માટે રૂ. ૨૫ લાખના ખર્ચે ચેકડેમ રિપેરિંગ તેમજ બાળકોના પ્રારંભિક શિક્ષણ અને પોષણ માટે રૂ. ૨૦ લાખના ખર્ચે નવી આંગણવાડીનું નિર્માણકાર્ય શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે, અમરેલીના શહેરી વિસ્તારોની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસકાર્યો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે. ગ્રામીણ જનજીવન વધુ સુખમય બને અને સ્થાનિક સ્તરે જ તમામ પાયાની સવલતો મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. આ કરોડોના ખર્ચે સાકાર થનારા પ્રોજેક્ટ્સથી મેઘા પીપળીયા ગામના ચિત્રમાં મોટો હકારાત્મક બદલાવ આવશે.

મેઘા પીપળીયા ગામ ખાતે થઈ રહેલા આ આયોજનો સરકારની આંતરમાળખાકીય સુવિધાઓ મજબૂત કરવાની દીર્ઘદૃષ્ટિ દર્શાવે છે. પૂર સંરક્ષણ દિવાલ જેવા મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ભવિષ્યની કુદરતી આપદાઓ સામે ગામ સુરક્ષિત બનશે અને પરિવહન વધુ સલામત થશે. સાથોસાથ ચેકડેમના પુનઃઉદ્ધારથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે, જે સ્થાનિક ખેતી અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે. આમ, આંગણવાડીથી લઈને જળ અને માર્ગ સુરક્ષા સુધીના આંતરમાળખાકીય વિકાસના કાર્યો ગ્રામીણ ક્ષેત્રના આર્થિક અને સામાજિક સ્તરને વધુ સુદ્રઢ બનાવશે.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App