🔥 ट्रेंडिंग बिहार में 7 लाख हटाव को लेकर सवालों के... जमुई में नाबालिग उत्पीड़न केस में दो औ... मुंबई पुलिस ने CJP के 2 अक्टूबर शिवाजी... महाराष्ट्र के सीएम फडनवीस ने लॉन्च किय... एनसीपी (एसपी) विधायक रोहित पवार ने महा... શ્રી નારાયણી ક્રેડિટ કોર્પોરેટિવ સોસાય...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

રાયગઢમાં નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પ સફળ, મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો

✍️ रिपोर्टर: ALOK JOSHI 🗓 27 सित. 2026, 11:20 PM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આધ્યાત્મિક જન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ હિંમતનગર હેરીટેજ દ્વારા સંયુક્ત રીતે આયોજિત નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પમાં રાયગઢ અને આસપાસના વિસ્તારોના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રાયગઢ ગામ અને તેની આસપાસના પરા વિસ્તારોના નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને, આધ્યાત્મિક જન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ (રાયગઢ) અને રોટરી ક્લબ ઓફ હિંમતનગર હેરીટેજ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉમટી પડ્યા હતા.

આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં હિંમતનગરના વિવિધ નિષ્ણાત તબીબો, સાબરકાંઠા જિલ્લા પંચાયતના તબીબો અને રાયગઢ આયુર્વેદિક હોસ્પિટલના સ્ટાફે પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી. જેમાં
ડૉકટર. રાજન્ય પટેલ, ડૉકટર. ચારુદત્ત ગૌર,
ડૉકટર. પ્રતીક જૈન, ડૉકટર. રવિ પટેલ, ડૉકટર. કેવલ પટેલ, ડૉકટર. રોનક પટેલ, ડૉકટર. વનરાજ વાઘેલા, ડૉકટર. આવિષા પટેલ, ડૉકટર. ઇમતિયાઝ મેમણ, ડૉકટર. મિલન ગોસ્વામી, ડૉકટર. જયવીર ગઢવી, ડૉકટર. વૈભવ પટેલ, ડૉકટર. સ્તવન પટેલ અને ડૉકટર. રાહુલ ગામેતી જેવા તબીબોનો સમાવેશ થાય છે.

કેમ્પ દરમિયાન, પ્લુટો હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, દર્દીઓ માટે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર (બી.પી.)નું વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રાયગઢ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા સ્વાસ્થ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આધ્યાત્મિક જન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવજીભાઈ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન ડૉકટર. મહેશ પ્રજાપતિ, ચેરમેન પ્રણવ એમ. ઉપાધ્યાય (રોટરી ક્લબ ઓફ હિંમતનગર હેરીટેજ) ના તમામ હોદ્દેદારો અને સભ્યોએ ખૂબ જ સરાહનીય યોગદાન આપ્યું હતું.
📲Get App