🔥 TRENDING Ranchi set to become Jharkhand’s medic... New Royal Kumari Takes First Public To... Telangana Chief Minister Revanth Reddy... World Sindh Council appeals to UNHRC o... RBI conducts banking and cyber‑securit... Two Travel Consultancy Firms in Mohali...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત: ગણેશ વિસર્જન વેળા તાપી નદીમાં બોટ પલટતાં ત્રણ યુવકોના મોત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 26 Sep 2026, 01:40 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજ તાલુકામાં ગણેશ વિસર્જન દરમિયાન એક દુઃખદ ઘટના બની છે, જેમાં તાપી નદીમાં બોટ પલટી જતાં ત્રણ યુવાનોના મોત થયા છે. મૃતકોને સ્થાનિકો અને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા.

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ગણેશ વિસર્જનનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો છે. ધોરણ પારડી ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કામરેજના ખોલવડ ગામની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા ભરવાડ સમાજના ત્રણ યુવાનો, શાર્દુલ મેર, રાજુ મેર અને દાના શિયાળિયા, નાવડી લઈને તાપી નદીમાં બાપ્પાનું વિસર્જન કરવા ગયા હતા. નદીની વચ્ચે પહોંચતા જ અચાનક તેમની નાવડી ઊંધી વળી ગઈ હતી, જેના કારણે ત્રણેય યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

સ્થાનિક લોકો અને કામરેજ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરી ભારે જહેમત બાદ ત્રણેય યુવાનોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક દીનબંધુ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે 300 મીટર દૂર કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમ છતાં આ યુવાનો નદીમાં વિસર્જન કરવા ગયા હોવાનું જાણવા મળ્યું છે. કામરેજ પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. એક જ સમાજના અને એક જ ગામના ત્રણ આશાસ્પદ યુવકોના એકસાથે મોતથી ખોલવડ અને ધોરણ પારડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
📲Get App