🔥 TRENDING Delhi Government Accelerates Installat... Election Commission pushes back claim... Delhi to Enforce Pollution Under Contr... 30-year-old missing after boat capsize... Thief steals ₹80,000 and wedding jewel... Supreme Court Orders Jaipur Chief Secr...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત પોલીસે મહારાષ્ટ્રના અમરાવતી ઘરફોડ ચોરીના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

✍️ Reporter: Dhaval Maheta 🗓 26 Sep 2026, 08:42 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના અમરાવતી ખાતે થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો પર્દાફાશ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી આવ્યા છે.

સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના અમરાવતી ખાતે બનેલી ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં પર્દાફાશ કરી બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

પોલીસ ટીમ નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના અમરાવતી શહેર વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો ચોરીના સોના-ચાંદીના દાગીના સાથે અંત્રોલી ગામ તરફથી ચાલીને નિયોલ ચેકપોસ્ટ થઈ સુરતમાં પ્રવેશવાના છે. મળેલી બાતમી અને વર્ણનના આધારે પોલીસે વોચ ગોઠવી નિયોલ ચેકપોસ્ટ પાસેથી બે શંકાસ્પદ શખ્સોને કોર્ડન કરી ઝડપી લીધા હતા.

પોલીસે બંને શખ્સોને અટકાવી પૂછપરછ કરતાં તેમની ઓળખ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી અકબર ઉર્ફે આરીફ સુલતાન સૈફી (ઉં.વ. 41) અને હબીબ હફીઝ સૈફી (ઉં.વ. 46) તરીકે થઈ હતી. બંને આરોપીઓની તલાશી લેતાં તેમની પાસેથી 1.170 ગ્રામ સોનાની નથ (કિંમત રૂ. 13,230) તેમજ 136.920 ગ્રામ વજનના ચાંદીના વિવિધ દાગીના અને વાસણો (કિંમત રૂ. 20,280) મળી આવ્યા હતા. આ ઉપરાંત, 4 નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. 11,000), રોકડા રૂપિયા 33,000 તેમજ ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા લોખંડના પાણિયા, પેચીયું અને વાદરી પાનું પણ મળી આવ્યા હતા.
📲Get App