🔥 TRENDING બગોદરા નજીક ડૂબેલા કિશોરનો મૃતદેહ મળ્ય... सरपंच की उपेक्षा के चलते ग्रामीणों ने... पाकुड़ डीसी ने जन समाधान दिवस पर सुनीं... Food safety lapses pose hidden public... Maharashtra Congress to Stage Protest... Deccan Odyssey launches 2026‑27 season...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજુલામાં વાડીના રસ્તા મુદ્દે ઝઘડો: ઘાતક હથિયારો વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 26 Sep 2026, 11:10 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલામાં વાડીના રસ્તા મુદ્દે થયેલા ઝઘડામાં ત્રણ શખ્સોએ ખેડૂત પર લોખંડની ટી, કુહાડી અને છરી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ પીડિતને ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

રાજુલા શહેરમાં વાડીના રસ્તા મુદ્દે થયેલા ઝઘડામાં ત્રણ શખ્સોએ એક ખેડૂત પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં પીડિતને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલાના ખોડાભાઈ કાનાભાઈ મકવાણા (ઉ.વ. ૫૫) નામના ખેડૂતે બચુભાઈ વેલાભાઈ જીંજાળા, ભરતભાઈ બચુભાઈ જીંજાળા અને વિશાલભાઈ બાબુભાઈ જીંજાળા સામે ફરિયાદ નોંધાવી છે. ખોડાભાઈની વાડી આરોપીઓની વાડીના શેઢે આવેલી છે અને બંને વાડીનો રસ્તો એક જ છે. આરોપીઓ આ રસ્તો ખોદીને બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેનો ખોડાભાઈએ વિરોધ કર્યો હતો.

ખોડાભાઈએ રસ્તો બંધ કરવાની ના પાડતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. બાદમાં, જ્યારે ખોડાભાઈ પોતાની વાડીમાં દવા છાંટી રહ્યા હતા, ત્યારે આરોપીઓ લોખંડની ટી, કુહાડી અને છરી જેવા હથિયારો લઈને ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરી ખોડાભાઈ પર આડેધડ હુમલો કર્યો હતો.

હુમલા દરમિયાન આરોપીઓએ કુહાડી વડે ખોડાભાઈના ડાબા પગના નળા પર બે-ત્રણ ઘા માર્યા હતા. તેમજ છરી વડે બંને હાથના પંજા અને ડાબા હાથના બાવડા પર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં ખોડાભાઈને ટાંકા આવે તેવી અને હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલો કર્યા બાદ આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા.

આ સમગ્ર મામલે રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. બી. એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચકચાર મચી જવા પામી છે.
📲Get App