🔥 ट्रेंडिंग केरल लॉटरी 642 के परिणाम घोषित – 24 सि... जैशंकर ने इरान और ओमान के विदेश मंत्रि... रैपिडो का ओनली, शून्य कमीशन के साथ हैद... बीजेपी ने तेलंगाना सीएम की 'गांधी परिव... ବର୍ଷା ବିତ୍ପାତ: ଧସିଲା ରେଳଧାରଣା ଓ ଘାଟି ର... ओडिशा विधानसभा कल 10:30 बजे तक स्थगित,...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

વિશ્વ હિંદુ પરિષદ ઝઘડિયા દ્વારા ગણપતિ વિસર્જનમાં સુરક્ષા અને સેવા

✍️ रिपोर्टर: Divyarajsinh Gohil 🗓 26 सित. 2026, 12:04 PM 👁 34
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગઈ કાલે વિશ્વ હિંદુ પરિષદ ઝઘડિયા પ્રખંડ દ્વારા ગણપતિ બાપાના વિસર્જન કાર્યક્રમ દરમિયાન સુરક્ષા અને સંસ્કૃતિની સેવા પૂરી પાડવામાં આવી હતી.

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ ઝઘડિયા પ્રખંડ દ્વારા ગણપતિ બાપાના વિસર્જન પ્રસંગે મહત્વપૂર્ણ સેવાકાર્ય કરવામાં આવ્યું.ગઈ કાલે આયોજિત વિસર્જન યાત્રા દરમિયાન, સંગઠનના કાર્યકર્તાઓએ સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં અને શાંતિપૂર્ણ વિસર્જન સુનિશ્ચિત કરવામાં સક્રિય ભૂમિકા ભજવી સાથે જ ગણેશ વિસર્જન વખતે સેવા કાર્ય કરવામાં આવી છેજેમાં ગણપતિ બાપા ની મૂર્તિ સાથે ભક્તો ફૂલહાર ખેસ પૂજાપો અનાજ જેવી ચીજ વસ્તુઓ સાથે લાવતા હોય છે જે નર્મદા મૈયા માજ પ્રતિમા સાથે વિસર્જન થતું હોય છે જે પર્યાવરણ અને નદી ને દૂષિત કરતું હોય છે તેથી આવી વસ્તુઓ નર્મદા માં વિસર્જ ના થાય તે હેતુ થી પ્રવેશ વખતે એક જગ્યા એ ખાલી કરવી યોગ્ય નિકાલ કરી નર્મદા મૈયા અને પર્યાવરણ ને શુદ્ધ રાખવાનું કાર્ય ભાલોદ ગામ ખાતે કરવા માં આવ્યું તથા પોલીસ પ્રશાસન સાથે રહી ટ્રાફિક નિયંત્રિત કરવાં આવ્યું,આ કાર્ય માં વિશ્વ હિન્દુ પરિષદ ના ભરૂચ જિલ્લા સહમંત્રી શ્રી મનોજભાઈ બારોટ, ઝઘડિયા તાલુકા મંત્રી શ્રી વિશાલભાઈ મોદી અને પોલીસ ઇન્સ્પેકટર શ્રી વિષ્ણુભાઈ દેસાઈ સાહેબ તથા બજરંગદળ કાર્યકર્તા ટીમ અને પોલીસ ટીમ હાજર રહ્યા
અને આ પ્રસંગે, પરિષદના સભ્યોએ ભક્તોને મદદ કરી અને કોઈપણ અપ્રિય ઘટના ન બને તેની ખાતરી કરી. તેમણે સંસ્કૃતિ અને પરંપરાઓના જતન સાથે સુરક્ષા જાળવવા પર ભાર મૂક્યો હતો. આ સેવાકાર્ય દ્વારા, વિશ્વ હિંદુ પરિષદે સ્થાનિક સમુદાય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી.

ઝઘડિયા પ્રખંડના આ પ્રયાસને સ્થાનિક લોકો દ્વારા પણ સરાહના મળી હતી. ગણપતિ ઉત્સવના સમાપન પ્રસંગે આવા સેવાકાર્યો સામાજિક એકતા અને જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
📲Get App