🔥 TRENDING Arunachal Students' Union Calls Off Ba... Arunachal Hydropower Project Cleared b... পাঁচগ্রাম উচ্চ বিদ্যালয়ে ২০৭তম বিদ্যা... Two Arunachal Pradesh Men Held in Assa... J&K Deputy CM Rebuffs BJP Call, Says O... કચ્છ જિલ્લા શ્રી મોટા યક્ષ દેવના મેળાન...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બાબરા નજીક હાઈવે પર અકસ્માત: મોટરસાઇકલ સવારનું મોત, કારચાલક ફરાર

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 26 Sep 2026, 11:14 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાબરા નજીક રાજકોટ-ભાવનગર હાઈવે પર ચરખા ગામ પાસે અજાણી કારની અડફેટે મોટરસાઇકલ સવારનું મોત થયું છે. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

બાબરા નજીક રાજકોટ-ભાવનગર હાઈવે પર ચરખા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાઇકલ સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને કારચાલક પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો.

મૃતકની પત્ની સીયાનીબેન ટીકારામ રાવત (ઉ.વ. ૩૭), જેઓ મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ભૂરવાણી ફળિયાના રહેવાસી છે, તેમણે અજાણ્યા ફોરવ્હીલચાલક સામે બાબરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના પતિ મૃતક ટીકારામ ટંટિયા રાવત તેમના પુત્રો બીકા ટીકારામ રાવત અને હીરા ટીકારામ રાવત સાથે મોટરસાઇકલ પર લુંછડી ગામના કોટડાપીઠા ગામે જઈ રહ્યા હતા. મૃતક ટીકારામ મોટરસાઇકલ ચલાવી રહ્યા હતા.

જ્યારે તેઓ ચરખા ગામ પાસે ભાવનગર-રાજકોટ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા, ત્યારે એક સફેદ રંગની અજાણી ફોરવ્હીલ કારના ચાલકે પૂરઝડપે આવીને તેમની મોટરસાઇકલને ટક્કર મારી હતી. આ જોરદાર ટક્કરના કારણે મોટરસાઇકલ ચાલક કાબુ ગુમાવી રોડ પર પડી ગયા હતા, જેના કારણે ટીકારામ રાવતને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાસ્થળે અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો કારચાલક પોતાની કાર લઈને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે બાબરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે. એસ. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે અને ફરાર કારચાલકને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.
📲Get App