🔥 TRENDING वैशाली के महुआ में तीन दिनों से लगातार... मंत्री लक्ष्मण सवदी ने ₹1.75 करोड़ की... औरंगाबाद जिला के रफीगंज थाना के कासमा... Eugene Levy Stars in New Film 'Sctv: T... Yami Gautam’s Family Celebrates Her Na... Nag Ashwin Updates on Shooting of 'Kal...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરના ગાંધી રોડ અને નવા બજાર વિસ્તાર બે દિવસ બંધ: ટ્રેન્ચ સફાઈ અને વીજ કનેક્શનની કામગીરી શરૂ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Sep 2026, 05:38 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના ગાંધી રોડ અને નવા બજાર વિસ્તારમાં ટ્રેન્ચ સફાઈ અને વીજ કનેક્શનની કામગીરી હાથ ધરવામાં આવતા આજથી બે દિવસ માટે બજાર બંધ રાખવામાં આવ્યું છે. વેપારીઓએ અગાઉ આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું..

સાબરકાંઠાના-:
હિંમતનગરના હાર્દસમા ટાવર રોડ નજીક આવેલા નવા બજાર અને ગાંધી રોડ પર પાલિકા દ્વારા ટ્રેન્ચ સફાઈ અને વીજ કનેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ કામગીરીને કારણે આજથી બે દિવસ માટે બજાર બંધ રાખવામાં આવ્યું છે. પાલિકા દ્વારા ત્રણ વર્ષ પહેલાં આ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ લાઇટો ચાલુ કરવામાં આવી ન હતી અને અંડરગ્રાઉન્ડ વાયરિંગ બાદ પણ કનેક્શન આપવામાં આવ્યા ન હતા.આ મુદ્દે વેપારીઓએ અગાઉ વિરોધ પ્રદર્શન કરી પાલિકામાં રજૂઆત કરી હતી.વેપારીઓની રજૂઆતના પગલે પાલિકાએ 30 સપ્ટેમ્બર સુધીમાં સમસ્યા હલ કરવાની બાંહેધરી આપી હતી. ત્યારબાદ, 25 સપ્ટેમ્બર 2026, શુક્રવારની રાતથી પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી. જેના ભાગરૂપે શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે નવા બજાર અને ગાંધી રોડના વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા છે..

શનિવારની સવારથી જેસીબી મશીન વડે ટ્રેન્ચના ઢાંકણા ખોલવામાં આવી રહ્યા છે.આ સાથે રોડ પર લગાવેલા વીજ થાંભલાઓને કનેક્શન આપવાની કામગીરી, વેપારીઓની દુકાનોમાં વીજ કનેક્શન જોડવા, સફાઈ અને પાણીની પાઇપલાઇનોની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.જુના બજાર અને ગાંધી રોડ પરના વીજ કનેક્શનોને અંડરગ્રાઉન્ડ કરવાના હોવાથી આ કામગીરીને કારણે રવિવારે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.
📲Get App