🔥 TRENDING मुख्यमंत्री सम्राट चौधरी ने विष्णुपद म... गयाजी शहर के तुलसी उद्यान और विष्णुपद... જામનગરમાં સીલબંધ સોડાની બોટલમાં જીવડું... The Paradise Nets ₹0.88 Crore on Day 2... Arunachal CM to Visit Siang, Upper Sia... Arunachal Minister Tasing Reviews Uppe...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ધ્વજારોહણ કરી જનસેવાની કરી પ્રાર્થના..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Sep 2026, 06:14 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નાયબ પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક સહિતના વરિષ્ઠ અધિકારીઓએ માતાજીના દર્શન કરી સમાજમાં સુખ-શાંતિ અને પોલીસ દળને જનસેવા માટે પ્રેરણાની કરી પ્રાર્થના..

આસ્થા, આરાધના અને જનસેવાના સંકલ્પ સાથે, આજરોજ ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠાના પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને સાબરકાંઠા પોલીસ પરિવારે ખેડબ્રહ્મા સ્થિત પવિત્ર શ્રી અંબિકા માતાજીના મંદિરે દર્શન કરી ધ્વજારોહણ કર્યું..

આ પાવન અવસરે, માતાજીના ચરણોમાં સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌહાર્દ અખંડિત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી. સાથે જ, પોલીસ દળને જનસેવા અને જનસુરક્ષાના પવિત્ર કર્તવ્યપથ પર અવિરત શક્તિ, નિષ્ઠા અને પ્રેરણા પ્રાપ્ત થતી રહે તેવી પણ કામના કરવામાં આવી.માતાજીના આશીર્વાદ સાથે, સાબરકાંઠા પોલીસ પરિવાર 'સેવા, સુરક્ષા અને સમર્પણ'ના મૂલ્યોને વધુ દૃઢ બનાવવા પ્રતિબદ્ધ છે. આ ધાર્મિક કાર્યક્રમ પોલીસ વિભાગની લોકસેવાની ભાવના અને કર્તવ્યનિષ્ઠાનું પ્રતિક બન્યો.
📲Get App