🔥 ट्रेंडिंग सेनाध्यक्ष जनरल सेठ ने जम्मू-कश्मीर मे... जम्मू‑कश्मीर सरकार ने शिवांगी गुप्ता क... जम्मू-कश्मीर को Rs 1,210 करोड़ बकाया क... CM मोहन यादव ने इंदौर में हिंदू इकोनॉम... नेहा परांजपे ने ओटीटी पर ‘हनुमान अंश’... શામળાજીમાં ભાદરવી પૂર્ણિમાએ એક લાખથી વ...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરે હોલમાં આપઘાત કર્યો, ફોન પર વાત કરતાં ગયા

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 26 सित. 2026, 09:50 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એનાટોમી વિભાગના થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટરે મેડિકલ નાઈફથી પોતાના હાથની નસ કાપી આપઘાત કર્યો હતો. આ ઘટના ત્યારે વધુ ચકચાર જગાવી રહી છે જ્યારે પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ થયું છે કે ડોક્ટર હોલમાં એકલા હતા અને કોઈ અન્ય વ્યક્તિનો પ્રવેશ થયો ન હતો.

૨૪ સપ્ટેમ્બરે સુરતની નવી સિવિલ હોસ્પિટલના એનાટોમી વિભાગમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોક્ટર યોગેન પ્રજાપતિએ મેડિકલ નાઈફ વડે પોતાના બંને હાથની નસ કાપી આત્મહત્યા કરી લીધી. આ ઘટનાની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, ડોક્ટર યોગેન ફોન પર વાત કરતાં-કરતાં હોલમાં ગયા હતા અને લગભગ બે કલાક બાદ લોકોને તેમના મૃત્યુની જાણ થઈ હતી.

પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે સ્પષ્ટ થયું છે કે, ડો. યોગેન હોલમાં પ્રવેશ્યા તે પહેલાં કે તે પછી કોઈપણ અન્ય વ્યક્તિ તે હોલમાં પ્રવેશી ન હતી. તેઓ સંપૂર્ણપણે એકલા હતા અને તેમણે જાતે જ પોતાની નસ કાપી જીવનનો અંત આણ્યો હતો. આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે બપોરે કોલેજમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ અને તમામ વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળી ગયા બાદ, ડો. યોગેન પ્રજાપતિ એનાટોમી વિભાગમાં પહોંચ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં તેઓ બપોરે લગભગ અઢી વાગ્યાના અરસામાં પોતાના મોબાઈલ ફોન પર કોઈની સાથે વાત કરતા દેખાય છે. વાત કરતાં-કરતાં જ તેઓ ડિસેક્શન હોલ તરફ ગયા હતા. હોલની અંદર પણ અન્ય કોઈ હાજર નહોતું. ફોન પર એવી તે શું વાત થઈ કે તેમણે આટલું મોટું પગલું ભર્યું, તે હાલ પોલીસ માટે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.
📲Get App