Local
સુરત જિલ્લાના કામરેજમાં વિકાસ ગાંડો થયો છે!
સુરત જિલ્લાના કામરેજમાં વિકાસ ગાંડો થયો છે! જી હા... વાત સાંભળીને નવાઈ લાગશે, પરંતુ કામરેજ ગામમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી 24 કલાક સ્ટ્રીટ લાઇટ ચાલુ જ રહે છે.
દિવસ હોય કે રાત... લાઇટ બંધ થવાનું નામ જ નથી લેતી!એક સમય હતો જ્યારે વીજળી જતી રહે તો ગામના લોકોને રાત અંધારામાં પસાર કરવી પડતી હતી.
પરંતુ હવે કામરેજ ગામની કહાની કંઈક અલગ જ છે.
કામરેજમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્ટ્રીટ લાઇટ દિવસ-રાત સતત ચાલુ રહેતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેતા ગ્રામજનોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે વીજળીની આટલી બગાડ કેમ?
એક તરફ સરકાર દ્વારા ઉર્જા બચાવવાનો સંદેશ આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ કામરેજમાં દિવસના સમયે પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
શું ગ્રામ પંચાયતના જવાબદાર તંત્રનું આ તરફ ધ્યાન છે?
શું આ રીતે વીજળીનો વેડફાટ યોગ્ય છે?
આ મામલે શું કહે છે કામરેજના જાગૃત નાગરિક?
સાંભળીએ તેમના જ મુખે.