🔥 TRENDING जैथरा में गणेश महोत्सव के बाद होगा विश... ఆదిలాబాద్: రిమ్స్ ఆసుపత్రి సమస్యల పరిష... শিলিগুড়ি শহরের সমস্ত স্ট্রিট ভেন্ডর ও... આઈ.સી.ડી.એસ કલોલ ઘટક -1 ના છત્રાલ ગામ... કાણેટી ગામમાંથી 2.13 લાખના દારૂ સાથે એ... સુરતમાં રસીકરણમાં ગંભીર બેદરકારી: 5 બા...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં સિંગણપોર-રાંદેર વિયર-કમ-કોઝવે વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો મૂકાયો

✍️ Reporter: Dhaval Maheta 🗓 26 Sep 2026, 08:12 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચોમાસાની વિદાય સાથે તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થતાં સુરતના સિંગણપોર અને રાંદેરને જોડતો મહત્વપૂર્ણ વિયર-કમ-કોઝવે તમામ વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી હજારો વાહનચાલકોને મોટી રાહત મળી છે.

સુરત શહેર અને જિલ્લામાં ચોમાસાની ઋતુ અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે વાહનચાલકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સિંગણપોર અને રાંદેરને જોડતો મહત્વપૂર્ણ વિયર-કમ-કોઝવે ફરી એકવાર તમામ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી છેલ્લા ઘણા સમયથી હાલાકી ભોગવી રહેલા હજારો વાહનચાલકોને મોટો હાશકારો થયો છે.

દર વર્ષે ચોમાસાની સિઝનમાં ઉપરવાસમાં ભારે વરસાદ અને ઉકાઈ ડેમમાંથી નદીમાં છોડાતા પાણીને કારણે કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે. સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ મહિનામાં કોઝવે ભયજનક સપાટી વટાવી ઓવરફ્લો થતાં વાહનોની અવરજવર માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારપછી સપ્ટેમ્બરના પ્રારંભે પાણી ઘટતા થોડા દિવસો માટે માર્ગ ખોલાયો હતો. પરંતુ સપ્ટેમ્બરના મધ્યમાં ફરી વરસાદનું જોર વધતાં અને જળસ્તર ઊંચકાતાં તકેદારીના પગલારૂપે તંત્રએ કોઝવે પર ફરીથી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો.

કોઝવે બંધ રહેવાના કારણે સિંગણપોર, કતારગામ, રાંદેર અને અડાજણ તરફ અવરજવર કરતા દૈનિક મુસાફરો, નોકરીયાતો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. લોકોને અવરજવર માટે અન્ય બ્રિજનો સહારો લેવો પડતો હતો, જેના કારણે લગભગ 5 કિલોમીટર લાંબો ચકરાવો કાપવો પડતો હતો અને ટ્રાફિક જામની સમસ્યા પણ વેઠવી પડતી હતી. હવે કોઝવે ફરી ખુલ્લો થતાં આ તમામ મુશ્કેલીઓમાંથી વાહનચાલકોને મુક્તિ મળશે.
📲Get App